Gujarat

અનેક લોકો નુ હ્દય ધબકતું રાખનાર જામનગર ના ડોક્ટર ગૌરવ ગાંધીનું નું હ્દય થંભી જતા મોત થયું… જામનગર મા શોક નુ મોજું

વિધિના લેખ આ જગતમાં કોઈ બદલી નથી શકતું. જે થવાનું છે તે થઈને જ રહે છે. આજ રોગ એક દુઃખદ ઘટના બનતા તબીબી ક્ષેત્રમાં શોકમગ્ન માહોલ છવાઈ ગયો છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગર શહેરના હ્દય રોગના નિષ્ણાત ડોકટર ગૌરવ ગાંધીનું દુઃખદ નિધન થયું છે. તેમના મોતનું કારણ જાણીને તમને પણ આશ્ચય થશે.

જામનગર શહેરમાં પ્રખ્યાત અને અનુભવી ડો.ગૌરવ ગાંધીએ પોતાના મેડિકલ ક્ષેત્રની કારકીર્દીમાં અનેક લોકોના હ્દયને ધબકતું રાખ્યું અને નવ જીવનની ભેટ આપી. વિધાતાના કરુણ લેખ તો જુઓ કે જે વ્યક્તિએ અનેક લોકોના હ્દયને ધબકતું રાખ્યું એનું હદય જ આજ સદાયને માટે થંભી ગયું.

હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે માત્ર ૪૧ વર્ષની યુવા વયે હૃદય થંભી જતાં તેમનું દુઃખ નિધન થયું હતું.ડો. ગૌરવ ગાંધી જામનગર શહેરના સૌપ્રથમ કાર્ડિયોલોજીસ્ટ હતા અને તેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકેની સેવા આપી રહ્યા હતા.

આ સિવાય તેઓ જામનગરની શારદા ક્રિટિકલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધીમાં તો તેમણે અનેક લોકોના હૃદયને ધબકતું રાખવા માટેના પ્રયત્નો કર્યા છે પણ આજ રોજ સવારે એકાએક હૃદય બંધ પડી ગયું હતું.

તેમને પહેલા સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેર છાતિમાં દુખાવો ઉપડ્યો હતો જેથી 108 દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.હોસ્પિટલ ના તમામ તબીબો દ્વારા સારવાર કરવામાં આવી પરંતુ અથાગ પ્રયત્નો કર્યા છતાં પણ તેઓ ડો. ગૌરવ ગાંધીનો જીવ ના બચાવી શક્યા.

તેમના નિધનની જાણ થતાં જ પરિવારજનો અને તબીબી ક્ષેત્ર અને જામનગર શહેરમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
આ વાતની જાણ થતાં જ જામનગર શહેરના અનેક તબીબો જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા અને આ દુઃખની ઘડીમાં સાથ આપ્યો હતો. આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!