Viral video

શું ચોટીલા મંદિરે રાત્રે સિંહ નીકળે છે આથી કોઈને નથી રહેવા દેવામાં આવતા?? આ સંતે કર્યો મોટો ખુલાસો.. જુઓ શું કહ્યું

સૌરાષ્ટ્રની પાવન ધરામાં માં જગદંબા અનેક સ્વરૂપે બિરાજમાન છે, આજે આપણે વાત કરીશું ચોટીલાની , જ્યાં ચામુંડા માં બે મુખે પૂજાય છે. કહેવાય છે કે ચામુંડા માતા દુર્ગા સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. ચોટીલા ડુંગર ચામુંડા માનું પ્રાગટય સ્થાન છે, જેથી મા ચોટીલાના ડુંગરે હાજરા હજુર છે.

ચોટીલાના ડુંગર ( Chotila Dungar )સાથે એક સૌથી મોટું રહસ્ય રહેલું છે. કહેવાય છે કે ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે.

આ લોક વાયકાને ખંડન કરતો એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં જોઈ શકો છે કે એક મહંત શ્રી કહે છે કે, માતાજીની કોઈ મનાઈ નથી, કોઈ સિંહ આવતો નથી બસ માતાજીની પવિત્ર જળવાઈ પરંપરા રિતે એ માટે મંદિરમાં રાત્રી રોકાણ ની મનાઈ છે.

પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. આજના સમયમાં ચોટીલા પવિત્ર યાત્રાધામ (Yataradham)છે. લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!