Gujarat

મચ્છુ બ્રીજ ટુટવાવી ઘટના મા બે ભાઈઓ ના સાથે મોત થયા ! બે દીવસથી ખાધા વગર ટોમી રાહ જોઈને બેઠો પણ તેને શુ ખબર કે રાજ અને યશ..

આ જગતમાં જે રીતે એક માનવને માનવ પ્રત્યે જેટલો લગાવ હોય છે ઍટલો જ લગાવ અન્ય જીવ પ્રત્યે રહેલો હોય છે. હાલમાં જ એક એવી કરુણદાયક અને હદયસ્પર્શી ઘટના સામે આવી છે. મોરબી પુલ હોનારતમાં એક સાથે બે ભાઈનોનું દુઃખદ નિધન થઈ ગયું અને તેમના ઘરે તેમનો પ્રિય ડોગ રાહ જોઇને બેઠો છે અને કંઈપણ ખાતો પીતો નથી હવે વિચાર કરો એ જીવને કેમ સમજાવો કે તેના પ્રિય રાજ અને યશ આ દુનિયામાં નથી રહ્યા.

મોરબી હોનારતમાં 12 વર્ષનો યશ અને તેનો 13 વર્ષીય કઝિન રાજ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. મોરબીમાં તેના ઘરની બહાર તેનો ફોટો મૂકીને માળા ચઢાવાઈ છે. યશ અને રાજ એક જ ઘરમાં રહેતા હતા. તેઓ સાથે રમતા હતા. તેઓ પાક્કા મિત્રો હતા તેમજ તે બંનેનો એક વ્હાલો કૂતરો હતો જે આજે એ બંનેની રાહ જોઇને બેઠો છે.બે ભાઈઓ અને તેમનો વહાલો ડોગ, આ ત્રણેય આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા.

એક તરફ ઘરમાં મોતનું માતમ છવાઈ ગયું છે, ત્યારે યશ અને રાજનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.

રાજ અને યશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રાજના પિતાએ કહ્યું, ‘ડોગે છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તે તેણે ખવડાવતો હતો. અમે તેને બિસ્કિટ આપ્યા પરંતુ તે આમ જ પડ્યા છે. ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને યશની તસવીરને માળા પહેરાવવામાં આવી છે.

સમગ્ર વિસ્તાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને ભાઈઓ અવારનવાર મચ્છુ નદીમાં તરવા જતા હતા.રાજના પિતાએ જણાવ્યું કે, અમે બરબાદ થઈ ગયા છીએ.’ આખા મહોલ્લામાં બંને ભાઈઓની ચર્ચા થતી રહેતી. બંને ભાઈઓની સાથે સાથે સારા મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. એટલું જ નહીં, મોત પણ તેમને એકસાથે આવ્યું. રાજ અને યશના મોતથી પડોશીઓ પણ શોકમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!