ગુજરાતના આ ગામમાં યોજાયેલા ડાયરામાં થયો ડોલરોનો વરસાદ ! ગમન સાંથલ બીરજુ બારોટ જેવા કલાકારો રહ્યા હાજર…જુઓ વિડીયો
હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો પર પૈસાનો વરસાદ થયેલ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ પૈસાનો વરસાદ જોઈને કોઈનું પણ મન મોહી જાય. વાત જાણે એમ છે કે સમગ્ર ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતું આ ગામની અંદર ભવ્ય વર્ષો જૂનું ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 31 માર્ચથી 6 એપ્રિલ સુધી છ દિવસ ચાલનાર છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત છઠ્ઠા દિવસે લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાધુ-સંતો ઉપર લોકોએ ડોલર-ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
લોકડાયરામાં બીરજુ બારોટ, પરેશદાન ગઢવી, ઊર્વશી રાદડિયા, વિક્રમ માલધારી, ગમન સાંથલ સહિતના લોકગાયકોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં ગમન સાંથલ અને પરેશદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. તમામ કલાકારોએ પોતાના અવાજમાં રમઝટ બોલાવી હતી અને સૌ કોઈને મન અન દલડું જીતી લીધું હતું.
ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. અહીં કેટલાક લોકોએ રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ ગમન સાંથલ અને ઊર્વશી રાદડિયા, પરેશદાન ગઢવી સહિતના કલાકારોને માણ્યા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે અને આ વીડિયો જોઈને સૌ કોઈ વિચારમાં પડી ગયા.