ડોનેટ લાઈફના સ્વયંસેવકે જીવતા જીવે તો મદદ કરી જ પરંતુ મૃત્યુ બાદ પણ 5 લોકો ને નવુ જીવન આપ્યુ
સુરત મા ફરી એક વખત અંગદાન નુ કાર્ય થતા છેલ્લા 21 દિવસમાં ડોનેટ લાઈફ (Donate Life) દ્વારા અંગદાન કરાવવાની પાંચમી ઘટના બની છે.
એક રીપોર્ટ અનુસાર ડોનેટ લાઈફના સ્વયંસેવક અને શ્રી સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદીના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ડોનેટ લાઈફ નો આ સ્વયંસેવક સ્વ.ગીતેશ મોદી ખરા અર્થમાં વોરિયર છે. તેવો જીવતા જીવે પણ ડોનેટ લાઈફ ના માધ્યમથી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરિવારના મોઢા ઉપર સ્મિત જોવા માગતો હતો. અને મૃત્યુ બાદ પણ 5 લોકો ને તેના કારણે નવુ જીવન મળ્યુ હતુ.
ગીતેશ મોદી નુ 23 જુન ના રોજ એક્સીડેન્ટ થયુ હતુ અને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થય હતી અને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા ત્યાર બાદ 27 જુન ના રોજ પત્ની રીંકુએ ગીતેશના અંગદાનનો નિર્ણય લીધો હતો. ગીતેશની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
ગીતેશ નુ એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ માં, જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના 275 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
આ પરીવાર દ્વારા આ માનવીય પગલુ ભરાતા હોસ્પીટલ નો સ્ટાફ પણ ભાવુક થયો હતો અને ગીતેશ ને સલામી આપી હતી.