લોધિકા ગામના વખાણ કરતા નહી થાકો! હિન્દુ મુસ્લિમે સાથે મળીને શ્રી રામ મંદિરના શીલા પૂજનમાં કર્યું….જુઓ વિડિયો
જગત આખું જ્યારે શ્રી રામમય બન્યું છે, ત્યારે ગુજરાતનું લોધિકા ગામ પણ શ્રી રામની ભક્તિના રંગે રગાઈ ગયુ તેમજ લોકોને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં તમે જૉઇ શકશો કે શ્રી રામ મંદિર શીલા પ્રસંગે મુસ્લિમ અને હિન્દુઓ સાથે જોવા મળ્યા.
ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ. ગુજરાતના લોધિકા ગામે શ્રી રામ મંદિરનો શીલન્યાસ મહોત્સવ યોજાયેલ. સૌથી ખાસ વાત એ છે કે, શીલાપૂજનમાં મુસ્લિમ સમુદાયના લોકોએ જોડાઈને સંતોનું સ્વાગત કર્યું. ખરેખર આ દિવ્ય અને ભવ્ય ઘડી સૌ માટે એકતાનું પ્રતિક બની છે, આપણો ભારત દેશ એકતાના તાંતણે બંધાયેલો છે, જેથી દરેક માણસનો એક હેતુ હોવો જોઈએ કે,જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલીને સાથે રહેવું.
લોધિકા ગામના શીલાપૂજનમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ગામના લોકો સાથે હર્ષો ઉલ્લાસ સાથે સાધુ સંતોનું સ્વાગત કર્યું હતું. આ શુભ અવસરે ગામના લોકો મોટી સંખ્યામાં શીલાપૂજનમાં જોડાયા હતા . શ્રી રામ મંદિરના શિલાપૂજને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખર આ ઘટનાએ સૌનું દિલ જીતી લીધું છે તેમજ સૌ કોઈ લોકો ગામના વખાણ કરી રહ્યા છે.
આ ઘટના એક ઉત્તમ દાખલો છે કે કેવી રીતે જુદા જુદા ધર્મના લોકો એક થઈને રહી શકે છે અને સામાજિક સુમેળતા જાળવી શકે છે. આપણે બધાએ આવા ઉદાહરણોને આગળ વધારવા જોઈએ અને દેશમાં શાંતિ અને રાષ્ટ્રભાવના જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.