Gujarat

બનાસકાંઠામાં એક જ સાથે ઉઠી પતિ-પત્ની અને સંતાનની અર્થી તો આખું ગામ હિબકે ચડ્યું!! એક ભૂલ અને પરિવાર ઉજડી ગયો.. જાણો પુરી ઘટના

હાલમાં ચોમાસાની Monsoon ઋતુમાં અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે ખાસ કરીને વીજ શોકના બનાવ વધુ સામે આવે છે. હાલમાં જ વીજ પોલ પાસે લઘુશંકા કરવા ગયેલ યુવાનને શોટ લાગતા મોતને ભેટ્યો હતો. હાલમાં  ફરી એક બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા Banasatkatha જિલ્લાના વડગામ તાલુકાના નાવીસણા ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા.

આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,ઘર પાસે વીજ થાંભલા પર કોઈ પક્ષી માળો કરવા તણખલુ સમજી એક લોખંડનો તાર લઈને આવ્યું હતું. જે ચાલુ કરંટ Electric current  વાળા તાર અને અર્થિંગ વચ્ચે ફસાઈ જતાં અર્થિંગવાયર નીચે આવ્યો તેની સાથે કપડા સૂકવવાનો તાર પણ બાંધેલો હતો અને કરંટ પસાર થતો હતો.

આ દરમિયાન કપડાં સૂકવવા clothhangin  આવેલા ભાવનાબેન ચોંટી ગયા અને તેમને બચાવવા આવેલા પિતા-પુત્ર પણ કરંટ લાગતા તેમનું પણ મોત થયું. તેમજ 4 વર્ષની બાળકી પડોશમાં હોવાથી તેનો જીવ બચી ગયો હતો પરંતુ દીકરી નોંધારી બની ગઈ છે. આજ રોજ મૃતક સભ્યોની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું.

મૃતક અંગે જાણીએ તો મગરવાડા માણીભદ્ર વીર મંદિરમાં ધાર્મિક કર્મકાંડનું કામ કરતા પ્રકાશભાઈ જોશીની પત્ની ભાવનાબેન ઘરની બહાર વીજપોલ સાથે કપડા સૂકવવા બાધેલા તારમાં કરંટ ઉતરતા ચોંટી ગયા હતા. જેમને બચાવવામાં પુત્ર અને પિતાએ જીવ ગુમાવ્યો. આ બનાવના પગલે સૌ વ્યક્તિ એ ચેતી જવું જોઈએ કે ભૂલથી પણ વિજપોલ પાસે ન જવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!