ભૂલથી વાંચ્યા વગર ક્યાંય સહી ન કરવી! મહિલા શિક્ષક સાથે થઈ લાખો રૂપિયાની છેતરપીંડી, ખોટા લખાણ પર…જાણો પુરી વિગતે
છેતરપીંડીના અનેક ચોંકાવનારા બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવી દેનાર ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક મહિલાઓ માટે ખાસ ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લિંબાયતની એક શાળામાં મેનેજમેન્ટ તથા કેશિયર તરીકે કામ કરતી મહિલા સાથે છેતરપિંડી થઈ છે.
હાલમાં એક તરફ સૌ કોઈને વિદેશ જવાની ઘેલછા ઉપડી છે, ત્યારે વિદેશ જવા માટે લોકો કોઈપણ કામ કરવા તૈયાર થઇ જાય છે અને સાચા ખોટનો ભેદ પણ ભૂલી જાય છે. આ ઘટનાના જાણવા મળ્યું હતું કે, શાળાના જ ટ્રસ્ટિ દંપતીએ છેતરપિંડી કરી મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
મહિલા એ વર્ષ 2012માં તેમણે અહીં નોકરીની શરૂઆત કરી હતી અને પોતાના દીકરાને અમેરિકા મોકલવાનું સપનું સેવ્યું હતું.ટ્રસ્ટી દંપતી તેનો ફાયદો ઉઠાવ્યો અને મહિલાની વર્ષ 2012થી 2017 સુધી કુલ 6 લાખ રૂપિયાની પગાર જમા હતો તે અને અન્ય બચતના 7.75 લાખ પણ મહિલા એ ટ્રસ્ટીને આપી દીધા હતા. તેવામાં અચાનક તેના પતિની તબિયત લથડી અને મકાનના બાંધકામનો ખર્ચ પણ કરવાનો હતો.
ટ્રસ્ટી પાસે પૈસા પરત માંગ્યા તો તેમણે કહ્યું કે અમે પૈસા તને પરત કરી દીધા છે, આ રહ્યા તેના દસ્તાવેજ.સ્કૂલના દંપતિએ કપટથી ખોટા દસ્તાવેજો પર આ મહિલાની સહી લઈ લીધી. જેમાં લખ્યું હતું કે મને 13 લાખ રૂપિયા મળી ગયા છે. આવો દાવ સામે આવતા જ ટ્રસ્ટી દંપતી વિરુદ્ધ મહિલા એ ફરિયાદ નોંધાવેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.