ભારતના આ શહેરના એરપોર્ટ પર ઢોસા વેચાયા સોનાના ભાવે !! ફક્ત એક ઢોસાની એટલી બધી કિંમત કે જાણી હોશ ઉડી જશે…
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં જુના બીલોની તસવીરો ઘણી વાયરલ થતી હોય છે પણ હાલમાં મુંબઈ એરપોર્ટમાં મળતા ઢોસાની કિંમતનો વિડિયો વાયરલ થયો છે. આપણે જાણીએ છે કે, મુંબઈ એરપોર્ટ પર ખાવા-પીવાની વસ્તુઓ ખૂબ જ મોંઘી મળે છે. 40 થી 70 રૂપિયામાં મળતો ડોસાની કિંમત જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે, લોકો બોલ્યા- સોના-ચાંદી કરતાં મોંઘો ઢોસા!
જો તમે મુંબઈ એરપોર્ટ ગયા તો તમે ત્યાં મળતી વસ્તુઓના ભાવ જોઈને ભૂખ્યા રેવાનું વધારે પસંદ કરશો. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર @chefdonindia નામના પેજે મુંબઈ હવાઇમથક પર મસાલા ઢોસાની કિંમત બતાવતો એક વિડિઓ શેર કર્યો છે. આ ક્લિપમાં શેફ ઢોસા બનાવતો નજરે પડી રહ્યો છે. પછી, કેમેરો રેસ્ટોરન્ટના ડિજિટલ મેનૂ ડિસ્પ્લે પર જૂમ કરે છે.
તેમાં મસાલા ઢોસાની કિંમત 600 રૂપિયા જોવા મળી રહી છે.જ્યારે છાશ સાથે એક મસાલા ઢોસાસાની કિંમત 620 રૂપિયા છે. અને હા, બટર ઢોસાની કિંમત 620 રૂપિયા છે. આ વિડિઓને કેપ્શન આપ્યું છે- મુંબઈ એરપોર્ટ પર સોનું, ડોસા કરતાં પણ સસ્તું છે. શેર કર્યા બાદથી, વિડિઓને 93 લાખથી પણ વધુ વખત જોવા અને 1.8 લાખ વખત લાઇક કરવામાં આવ્યું છે.
વિડિઓને લઈને ઇન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે એરપોર્ટ પર ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી મળવી સામાન્ય વાત છે, પરંતુ ઢોસાનો ભાવ જોઈને સૂએ કોઈને આશ્ચર્ય થયો છે, લોકો પણ આ મસાલા ઢોસા માટે 600 રૂપિયા આપી રહ્યા છો. આ જોઈને ખરેખર એ વિચાર જરૂર આવે કે લોકો ખાવા માટે ગમે તે કિમત ચૂકવવા તૈયાર થાય છે.