Gujarat

ગરીબોને વિનામૂલ્યે સારવાર કરી આપતા ડોક્ટર તુષાર પટેલ મૃત્યુ બાદ પણ અમર થઈ ગયા ! ગામના લોકોએ યાદગીરી સ્વરુપે એવું કર્યુ કે વખાણ કરતા થાકી જશો..

આપણે ત્યા ડોક્ટર ને ભગવાનનુ રુપ માનવા મા આવે છે જ્યારે અનેક ડોક્ટરો એવા હોઈ છે જે દવા ના બદલા મા રુપીઆ પણ નથી લેતા હોતા અને લોક સેવા કરતા હોય છે ત્યારે આજે એવા જ ડોક્ટર ની વાત કરી શુ જેવોનુ અવસાન થયા બાદ પણ લોકો ના દીલ મા અમર થઈ ગયા છે કારણ કે તેવો એ ગરીબ લોકો ની હંમેશા સેવા કરી હતી.

જો આ ભગવાન જેવા ડોક્ટરની વાત કરવા મા આવે તેમનુ નામ ડોક્ટર તુષાર પટેલ છે. તો મહેસાણાના નાના એવા ગામ દાતકરોડી ના વતની હતા. 16 સપ્ટેમ્બર 1977 ના રોજ તેમનો જન્મ થયો હતો તેમના પિતા ફુલજીભાઈ પટેલ એક ખેડૂત છે અને ડોક્ટર તુષાર પટેલે સરકારી મેડિકલ કોલેજ સુરતમાં એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી હતી અને 2005માં અમદાવાદ હોસ્પિટલ ખાતે ડી.એન.બી.ની વિશિષ્ટ લાયકાત મેળવી અને કાર્ડિયોથોરાશીક એન્ડ વેંસ્ક્યુલર સર્જન તરીકેની શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

તુષાર પટેલ તેમની ઉદારતા ને લીધે હંમેશા જાણીતા હતા તેમના પત્ની ડો. સ્મિતા પટેલે પાસે થી જાણવા મળ્યુ હતુ કે હોસ્પિટલ મા કોઇ દર્દી આવ્યા હોય તો ઘરે થી તેવો ગમે તે સમયે નીકળી જતા આ ઉપરાંત અનેક વખત એવું પણ બન્યુ હશે કે તેવો જમવા બેસવા ના હોય અને હોસ્પિટલ એ થી ફોન આવ્યો હોય તો જામ્યા વગર જ તેવો હોસ્પિટલ એ પહોંચી જતા.

ડોક્ટર તુષાર પટેલ હોસ્પિટલ એ આવેલા દર્દી આર્થિક સ્થિતી જાણી લેતા હતા અને ગરીબ દર્દી ઓ ને વિના મૂલ્યે જ દવા આપતા હતા. ડોક્ટર તુષાર પટેલ પોતાના જીવન કાળ દરમ્યાન 10 વધુ સફળ ઓપરેશન કર્યા હતા અને એક માસમાં એકલા હાથે 99 ઓપરેશન કરતા થઈ ગયા હતા. જ્યારે અનેક વખત તેવો એ ગરીબ લોકોના બીલના રુપીઆ તેવો એ જાતે ભરી દીધા છે.

ગામના લોકો પાસે થી જાણવા મળ્યુ હતુ કે ડોક્ટર તુષાર પટેલ નુ એક સપનુ હતુ કે તેવો એક હોસ્પિટલ બનાવે અને આ હોસ્પિટલ મા વિનામુલ્યે બાયપાસ સર્જરી થઈ શકે આ ઉપરાંત તેવો કૃત્રિમ હૃદય બનાવવા માંગતા હતા. પોતાના ઉદાર સ્વભાવ માટે જાણીતા ડોક્ટર તુષાર પટેલ હોસ્પિટલ સાથે 4 મે 2019 મા એક ઘટના ઘટી હતી જેમા તેવો પોતાના નવા ઘરનુ વાસ્તુ માટેની આમંત્રણ પત્રિકા અંબાજી ખાતે મૂકી પરત આવી રહ્યા હતા.

ત્યારે તેવોનુ રોડ અકસ્માત મા દુખદ મોત થયું હતુ. આ ઘટના બાદ આખા ગામ મા દુખની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે પોતાના જીવન કાળ દરમ્યાન લોકોની સેવા કરી હતી તેના લીધે ગામ ના લોકો તેને આજે પણ ભુલ્યા નથી. દાતકરોડી ગામના ડોક્ટર ની યાદ મા કાઈક કરવા માંગતા હતા જ્યારે ગામ ની યુવા ટીમ દ્વારા ગામ ના લોકો સાથે મળી ગામની વચ્ચે એક સ્મૃતિવન ઉભું કરવામાં આવ્યું હતું.

આ સ્મૃતિવન ડોક્ટર તુષાર પટેલ ની પ્રતિમા પણ મુકવા મા આવી હતી જ્યાર બાદ કોરોના કાળ આવી જતા આ સ્મૃતિવન ખુલ્લુ મુકવા મા આવ્યુ નહોતું આ સ્મૃતિવન મા એક વડ નુ ઉછેર પણ કરવા મા આવ્યુ હતુ જે વડ નુ નામ “તુષાર વડ” રાખવા મા આવ્યુ. જ્યારે ડોક્ટર ની તીથી આવી ત્યારે તેમના પરિવાર ના સભ્યો હસ્તે આ વન ખુલ્લુ મુકવા મા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!