આવી ભુલ ક્યારેય નહી કરતા ! દરીયે ફોટા પડાવતા પડતાવતા દંપતિ પાણી મા સમાઈ ગયું…. જુઓ વિડીઓ
‘હોશિયારી’ એક એવી વસ્તુ છે જેને કરતા પેહલા માણસ પોતે કાંઈ વિચારતો નથી પરંતુ આવું કર્યા બાદ જે પરિણામ આવે છે તે ખુબ ખરાબ હોતું હોય છે. હાલના સમયમાં ચોમાસુ ચાલી રહ્યું છે એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેમાં પાણીના ધસમસતો પ્રવાહ રસ્તા પરથી જતો હોય છે, એવામાં તેમાંથી અનેક લોકો પસાર થવાની હોશિયારી બતાવતા હોય છે જેમાં તેઓ તણાય જતા હોય છે, આથી જ આવા પ્રકારે કુદરત સામે તો ક્યારેય હોશિયારી બતાવી જ ન જોઈએ.
ફક્ત આ એક ચોમાસાની વાત જ નથી પરંતુ દરિયાકાંઠા તેમ જ અનેક એવી જગ્યાએ લોકો પોતાની બેદરકારીના લીધે અઘરું પરિણામ ભોગવતા હોય છે, એવામાં ફેસબુકના માધ્યમથી એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દંપતી કુદરત સામે હોશિયાર બતાવા જાય છે પણ પછી તેઓને જે પરિણામ મળે છે તે તો તમને આ વીડિયોમાં દેખાય જ જશે. ખરેખર આ વિડીયો દરેક લોકો માટે એક શીખ સમાન છે કારણ કે અનેક એવા લોકો આવા કારનામા કરવા જતા હોય છે.
વાયરલ થઇ રહેલો આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક દંપતી સમુદ્રના પથ્થર પાસે ઉભું રહી જાય છે અને આમ આરામથી ફોટોશૂટ કરાવી રહ્યું છે,પાછળનો સમુદ્ર એટલો તુફાની છે કે વારંવાર મોટા મોટા મોજા આવી રહયા છે તેમ છતાં આ દંપતીને કોઈ ફર્ક નથી પડતો અને તેઓ ત્યાંને ત્યાં જ એમનામ ઉભા રહે છે. 3-4 પાણીના ખતરનાક મોજા આવે છે તેમ છતાં પતિ-પત્ની ત્યાંથી ઉપર નથી આવી રહયા એવામાં અચાનક જ પાણીની એક એવી લહેર આવે છે જે પોતાની સાથે આ દંપતીને પણ પાણીમાં ખેંચી જાય છે.
વીડિયોમાં સાંભળી શકાય છે કે પોતાના માતા-પિતાને તણાતા જોઈ બાળકની પણ ચીખો જ ફાટી ગઈ હતી જયારે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોમાં પણ ભારે અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના અંગે તો કોઈ ખાસ હકીકત સામે આવી નથી પરંતુ મિત્રો આ વિડીયો આપણને ફક્ત આટલી શીખ આપે છે કે ક્યારેય આપણે કુદરત સાથે કે જાણતા પણ આવી બેદરકારી ન કરવી જોઈએ. આવી બેદરકારી કરવી મતલબ તમે તમારા જીવન સાથે ચેડાં કરી રહયા છો.
ખાસ નોંધ : વાયરલ થઇ રહેલા આ વીડિયોની હકીકત શું છે તે અંગેની કોઈ પુષ્ટિ ‘ગુજરાતી અખબાર’ કરતું નથી, આ વિડીયોને ફક્ત સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યો છે. આભાર.