દ્રૌપદી પાંડવો સિવાય સૌથી વધુ પ્રેમ કર્યો હતો આ વ્યક્તિને! એની સાથે લગ્ન ન થયા અફસોસ રહ્યો..
પાંડવો અને દ્રૌપદીનાં જીવનના આપણે સૌ સાક્ષી છીએ! મહાભારતનું મૂળ કારણ તો દ્રૌપદી જ રહી છે અને આ મહત્વકાંક્ષા સૌ કોઈ જાણે જ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દ્રૌપદી જીવનમાં પાંચ પતિઓને બહુ પ્રેમ કરતી પરતું તેની સાથે તેના જીવનમાં કૃષ્ણ પ્રત્યે ગાઢ મિત્રતા હતી.આજે જણાવીશું કે તેમના જીવનમાં આ 6 સિવાય એક વ્યક્તિ એવું હતું જેના લીધે સૌ કોઈ પાંડવ દુઃખી થયા.
દ્યુત સભામાં હાર્યા બાદ પાંડવોને બાર વરસવનવાસ મળ્યો અને આ વનવાસ દરમિયાન એકવાર દ્રૌપદીને ભૂખ લાગે છે. ત્યારે તે એક વૃક્ષ પર પાકેલા જાંબુનો ગુચ્છો લટકાયેલો જુવે છે અને તેને તોડી લે છે. ત્યારે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે અને જણાવે છે કે એક સાધુ પોતાના બાર વર્ષનો ઉપવાસ આ જાંબુથી તોડવાના હતા. જ્યારે એ સાધુને આ વાતની જાણ થશે ત્યારે તેના ક્રોધનો શિકાર પાંડવો બનશે અને આથી આ ઘટનામાંથી બહાર નીકળવવા શ્રી કૃષ્ણે ઉપાય આપ્યો કે તમારા જીવનની સત્ય વાત કહો તો જાબુ આપમેળે આવશે.
દરેક પોતાનું સત્ય જણાવ્યું પરતું જ્યારે દ્રોપદીએ પોતાનું આ સત્ય જણાવ્યું તેમ છતાં પણ જાંબુ ઉપર ન આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે દ્રૌપદી જરૂર પોતાના મનમાં કોઈને કોઈ રહસ્ય છુપાવે છે. તેથી જાંબુ ઉપર વૃક્ષ પર લાગતા નથી, ત્યારે દ્રૌપદી પાંડવોની સામે જોઇને પોતાનું સૌથી મોટું રાજ જણાવે છે કે, “હું મારા પાંચેય પતિને તો પ્રેમ કરું જ છું, પરંતુ તેની સાથે હું એક છઠ્ઠા વ્યક્તિને પણ પ્રેમ કરું છું. અને તે છે કર્ણ. પરંતુ કર્ણની જાતિના કારણે મેં તેની સાથે વિવાહ ન કર્યા, તેનો પસ્તાવો મને આજે થાય છે. જો મેં કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આટલું દર્દ ન સહન કરવું પડ્યું હોત. આ સત્ય જણાવતા જ જાંબુ ફરી પાછા વૃક્ષ પર આવી ગયા હતા.