Viral video

એક નાની એવી બેદરકારી ના લીધે અનેક પક્ષીઓ ના ઘર ઉજડી ગયા ! વિડીઓ જોઈ આંખના આસું આવી જશે….જુઓ વિડીઓ

આમ તો હાલ આપણે જોયું હશે કે વન્યજીવોના શિકાર હાલ દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં વન સુરક્ષા અને પ્રાણી બચાવા અંગેની જાગૃતિ ફેલાવાનું કાર્ય અનેક સંસ્થાઓ કરી રહી છે. પણ હાલ એક ખુબ જ હચમચાવી દેતો વિડીયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમારું હૈયું જ કંપી ઉઠશે. ઠેકેદારની ફક્ત એક ભૂલને લીધે ઘણા પક્ષીઓનું મૃત્યુ થયું હતું. એવામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગે તરત એક્શન હાથ લીધો હતો. જાણવા મળ્યું છે કે આ વિડીયો કેરળના મલપ્પુરમના નેશનલ હાય વે 66 પરથી સામે આવ્યો છે, જ્યાં ડેવલપમેન્ટ માટે આ વિશાળકાય ઝાડને ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું જેના લીધે ઘણા પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં અમુક પક્ષીઓ ઝાડ નીચે ચેપાયને મરી ગયા હતા જયારે અમુક નીચે અથડાતા મરી ગયા હતા.

આ વિડીયો વાયરલ થતા વન વિભાગે વન્યજીવ સરક્ષણ અધિનિયમ હેઠળ ઠેકેદાર વિરુધ કડક કાર્યવાહી કરી હતી. જણાવી દઈએ કે તીરુંગગાડીમાં આવેલ આ ઝાડને પાડવા માટે જેસીબીને બોલાવામાં આવ્યું હતું અને વગર કોઈ સંમતી લીધે જ આ વૃક્ષ કાપ્યું હતું તેવી વાત સામે આવી છે. આ વૃક્ષ પર અનેક અનોખા પક્ષીઓ બેઠેલા હતા, એવામાં આ વૃક્ષ કપાતા પક્ષીઓના ઘર ઉજડી ગયા હતા.

વનવિભાગના કાયદા અનુસાર જો વાત કરવામાં આવે તો વૃક્ષ પર રહેલા ઈંડા સેવ્યા બાદ જ વૃક્ષને કાપવાનું રહે છે પણ આ ઠેકેદારે વગર કોઈ પરમીશન કે કાયદાનું પાલન કર્યા વગર જ વૃક્ષને ધરાશાયી કરી દેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિડીયો જોઇને પક્ષી પ્રેમીઓમાં ખુબ રોષે ભરાયા હતા. હાલ જેસીબીના ડ્રાઈવરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી જયારે ઠેકેદાર વિરુધ આદેશનું ઉલંઘન કર્યા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!