ખુબ દુઃખદ ઘટના ! ઝઘડાના કારણે પત્ની નદી મા કુદી પડી અને તેને બચાવવા પતિ પણ નદી મા કુદી પડતા ડુબી જવાથી બન્નેનુ દર્દનાક મોત
જયપુરમાં શનિવારે સાંજે 4 વાગે એન્જિનિયર મહિલાએ દ્રવ્યવતી નદીમાં ઝંપલાવ્યું હતું. તેને બચાવવા માટે કમ્પાઉન્ડર પતિ પણ પાણીમાં કૂદી પડ્યો હતો. ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. બંનેને ડૂબતા જોઈ લોકોએ શિપ્રપથ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે લોકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
શિપ્રપથ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ જણાવ્યું હતુ કે પરિવારમાં ઝઘડાને કારણે પરણીતા મધુબાલા ઘરથી ભાગી ગઈ અને દ્રવ્યવતી નદી તરફ ગઈ. તેનો પતિ તરુણ કુમાર સિંહ પણ તેની પાછળ દોડી આવ્યો હતો. તરુણ મધુબાલા સુધી પહોંચે ત્યાં સુધી. ત્યાં સુધીમાં પત્નીએ દ્રવ્યવતી નદીમાં ઝંપલાવ્યું હતું. તરુણ કુમાર સિંહે પણ મધુબાલાને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો. વધુ પાણી અને કીચડના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તરુણ કુમાર સિંહ પટના (બિહાર)માં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. તેમની પત્ની મધુબાલા વીજળી વિભાગમાં AEN હતી. હાલ તેઓ સુરતગઢ (રાજસ્થાન)માં પોસ્ટેડ છે. બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંનેને 8 મહિનાની બાળકી છે. તે થોડા દિવસો પહેલા માનસરોવરના ગણપતિ નગર સ્થિત પોતાના ઘરે આવ્યો હતો. તરુણ કુમાર સિંહના માતા-પિતા અહીં રહે છે. સામે દ્રવ્યવતી નદી છે.
યુવક નો પરિવાર મૂળ કરૌલીનો છે, જે ઘણા સમયથી જયપુરમાં રહેતો હતો. પત્ની મધુબાલા અલવરની રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે આત્મહત્યાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. રવિવારે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.