દ્વારકા બાજુ જાવ તો આ 6 સ્થળો ની મુલાકાત લેવાનું ના ભુલતા નકર ટ્રીપ અધુરી રહેશે ! જોઈ લો આ લીસ્ટ…
આપણે જાણીએ છે કે જગતમાં પવિત્ર સાતપુરીઓમાં પણ દ્વારકા પણ છે. આ નગર ભગવાન શ્રી કૃષ્ણએ વસાવ્યુ અને આજે લોકો અહીંયા તેમના દર્શન કરવા પધારે છે. આજે અમે આપને જણાવીશું કે દ્વારકા આવો ત્યારે તમે બીજે ક્યાં ક્યાં ફરવા જઇ શકો છો. ગોમતી નદીના કિનારે આવેલ દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની સાક્ષત અનુભુતી કરાવે છે. શ્રી કૃષ્ણના મ્રૃત્યુ બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ પણ આજનું દ્વારકા મનમોહક છે અને અનેક જોવાલાયક સ્થળો આવેલા છે.
જગત મંદિર : અતિ પૌરાણિક મંદિરના ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ રૂપે બિરાજમાન છે. આ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર ૫ માળનું છે. તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ ૬૦ સ્તંભ છે. જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વાર છે.
બેટ દ્વારકા: બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.
ગોમતી તળાવ: ગોમતી નદીને કાંઠે જ જગત મંદિર છે ‘ગોમતી તળાવ’ તળાવ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે, જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે. નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાન નું વિશેષ મહત્વ છે. ખરેખર જ્યારે પણ દ્વારકા આવો ત્યારે આ સ્થાનની અવશ્ય મુલાકાત લેજો.
કૈલાશ કુંડ: દ્વારકામાં કૈલાશ કુંડ આવેલો છે અને આ કૈલાશ કુંડનું પાણી ગુલાબી રંગનું છે. ત્યાં સૂર્યનારાયણ નું સુંદર મંદિર આવેલું છે. કૈલાશ કુંડથી આગળ ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની આસપાસની માટી પીળી છે. આ માટીને ગોપી ચંદન કહેવાય છે.
શંખ તળાવ: દ્વારકામાં અનેક દિવ્ય જગ્યાઓ આવેલી છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને અનેક લીલાઓ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે અને તેની સાક્ષાત અનુભૂતિ એટલે શંખ તળાવ છે આ સ્થળ પણ ખૂબ જ મનમોહક અને દિવ્ય છે.
શિવરાજપુર બીચ : દ્વારકા આવ્યા અને શિવરાજપુર બીચ નથી ગયા તો તમારો દ્વારકાનો પ્રવાસ અધૂરો ગણાય કારણ કે શિવરાજપુર બીચ બ્લુફેલગ ધરાવતો બીચ છે. આ બીચ પર તમે અનેક એક્ટિવિનો આનંદ માણી શકો છો તેમજ શિવરાજપુરનો બીચ તમને વિદેશમાં આવેલ બીચની અનુભૂતિ કરાવશે. ખરેખર જો તમે દ્વારકા આવો તો શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેજો.