Gujarat

દ્વારકામાં મારામારીનો મામલો હત્યાની ઘટનામાં પરિણમ્યો ! 22 વર્ષીય યુવકનું ગંભીર ઇજાને લઈને થયું નિધન, આ કારણે મારવામાં આવ્યો હતો ઢોરમાર…

ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો થોડાક દિવસોથી રાજ્યમાં એવી હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. અમુક ઘટના ખુબ જ ચોંકાવનારી તો અમુક ઘટના ખુબ જ ધ્રુજાવી દેતી હોય છે એવામાં દ્વારકા માંથી હત્યાની એક ખુબ જ ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે જેમાં 22 વર્ષીય યુવકને યુવતીની મિત્રતા ભારે પડી હતી કારણ કે યુવક પર સ્થાનિક દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકનું દુઃખદ નિધન થયું હતું.

તમને જણાવી દઈએ કે આ ઘટના દ્વારકાની અંદર બની હતી જેમાં હાર્દિક ગોવિંદભાઇ બારીયા(ઉ.વ.22) ને તેના જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા થઇ હતી જેનો ખાર યુવતીના પરિવારના જેસલન ગઢવી નામના વ્યક્તિએ રાખી હતી જે બાદ દ્વારકાના ટીવી સ્ટેશનની અંદર વિસ્તારની અંદર 30 તારીખ રોજ હુમલો કરી દીધો હતો જેમાં હાર્દિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ તેને દ્વારકા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

દ્વારકામાં કોઈ તબિયતનો સુધારો ન થતા તેને જામનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની પરિસ્થિતિ ખુબ ગંભીર બનતા તેને તાત્કાલિક રૂપે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હાર્દિકે અંતે દમ તોડ્યો હતો અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો, આ ઘટનાની જાણ થતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થયો હતો અને દુઃખ તો થાય જ ને કારણ કે ઘરના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું છે.

આ ઘટનાને લઈને મૃતક યુવકની માતાએ જેસર ગઢવી વિરુદ્ધ ફરિયાળા દાખલ કરી હતી અને આરોપીને સજા થાય તેમ જ તેમને યોગ્ય ન્યાય મળી રહે તેવી માંગણી કરી હતી, આ ઘટનાને લઈને વાલ્મિકી સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ પોલીસે આરોપી વૃદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!