તમે નહીં જાણતાં હોવ, દ્વારકામાં આવેલ આ પાંચ બ્રહ્મણોની સમાધિ છે, આ કારણે કરવામાં આવે છે પૂજા દ્વારકામાં…
આ જગતમાં દ્વારકા આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની હયાતી નો અનુભવ કરાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દ્વારકા અનેક કાળથી અડીખમ છે પણ તેના પર વિધર્મીઓ ચડાઈ કરવામાં આવી છે. દ્વારકા પર ઇસવીસન 1241માં અમદાવાદથી મહમદ શાહ દ્વારા દ્વારિકાધીશનું મંદિર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે રાણા ઠાકર પરિવારના પાંચ ગુગળી બ્રાહ્મણો વીરગતિ પામ્યા.
આ પાંચ બ્રાહ્મણોમાં વિરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તેમજ દેવજી ઠાકર તેમજ તેમના એક બહેન મંદિરની રક્ષા કાજે વિધર્મીઓ સામે લડીને વીરગતિ પામ્યા હતા. વીરગતિ પામેલા તમામ લડવૈયાઓની સમાધિ જગત મંદિર દ્વારકાથી થોડીક દૂર આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આજે સમાધિને મુસ્લિમ સમુદાય દ્વારા પંચપીર તરીકે ઓળખાઈ છે.
રાણા ઠાકર પરિવારના જે પાંચ ભાઈઓ વીરગતીએ પામ્યા હતા તેમની પત્નીઓ ગંગાબાઇ, કેસરબાઈ, મુલીબાઈ, કસ્તુરબાઈ અને સોનીબાઈએ સવંત 1297ના કારતકવદ તેરસ બુધવારના રોજ સતી થયા હતા. તેમના પાળિયા આજે પણ ગોમતીઘાટ પાસે જોવા મળે છે. જે હાલ પાંચ પાંડવની ડેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
માં મંદિરની રક્ષા કાજે પોતાના જીવ પણ ન્યોછાવર કરનાર પાંચેય ભાઈઓને યાદ કરવામાં આવે છે. ગુગળી જ્ઞાતિ પરિવાર દ્વારા પીતાંબર અર્પણ કરી નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ જ્યારે ગરબાને લઈ નગર પરિક્રમા કરવામાં આવે છે. આ વીરોની સમાધીને ગરબાની પવિત્ર જ્યોતના દર્શન પણ કરાવવામાં આવે છે. હાલ આ જગ્યાએ દર મંગળવાર અને શનિવારના દિવસે સાંજે 5 વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે.