Gujarat

રીક્ષા ચાલકને 22 હજાર નો ઈ મેમો મળતા આપઘાત કરી લીધો ! જમીન વેંચી રીક્ષા લીધી અને…

તાજેતર મા જ અરવિંદ કેજરીવાલ ગુજરાતમા આવ્યા ત્યારે રીક્ષા ચલાવતા લોકો ના યુનિયન સાથે સંવાદ કર્યો હતો અને તેમની મુશ્કેલીઓ જાણવા નો પ્રયાસ કર્યો હતો ત્યારે ઈ-મેમા બાબતે ચર્ચા થઈ હતી ત્યારે હાલ જ એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે જેમા એક રીક્ષા ચાલક ને 23 હજાર રુપીઆ નો દંડ થતા દંડ ભરવા માટે પુરતા નાણા ન હોવાની તેણે આપઘાત કરી લીધો છે જ્યારે આ ઘટના ને લઈને ચકચાર મચી જવા પામી છે.

જો આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો આ ઘટના ઉત્તર પ્રદેશ ના કાનપુર મા બની છે જેમા સુનિલ ગુપ્તા નામનો રીક્ષા ચાલક રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો જ્યારે પોતાની રીક્ષા તેણે બે મહિના અગાવ જ પોતાની ખેતરની જમીન વેંચને લીધી હતી જ્યારે આ રીક્ષા ચાલક ને છેલ્લા દોઢ મહીના મા બે ચલણ મળતા આપઘાત કર્યો હતો

જેમા સુનિલ ને પહેલું ચલણ 10 હજાર અને બીજુ ચલણ 12 હજાર મળ્યુ હતુ. આ ચલણ ને લઈ ને તે સતત ટેન્શન મા રહેતો અને ચલણ ની રકમ ચુકવવા માટે રુપિયા ના હોવાથી તેણે આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પત્ની અને બાળકો ની હાલ રડી રડી ને બેહાલ થઇ ગઇ છે. જયારે આ કેસ ની તપાસ કરનાર એસપી તેજ સ્વરૂપ એ “જણાવ્યુ હતુ કે આ ઘટના ની તપાસ ચાલી રહી છે અને સુનિલ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મા આવ્યા છે”

સુનિલ ની પત્ની સંગીતા જણાવ્યુ હતુ કે સુનીલની આવક ખૂબ જ ઓછી હતી, જેનાથી પરિવારનો ખર્ચ થતો હતો. અમે ચલણનો દંડ ભરવા સક્ષમ ન હતા અને તેમના મૃત્યુ પછી બે ટાઈમનો રોટલો ભેગો કરવો મુશ્કેલ થઈ જશે. આ મામલામાં એસપી આઉટર તેજ સ્વરૂપ સિંહનું કહેવું છે કે પરિવારના સભ્યોનો દાવો છે કે સુનીલે ચલણના કારણે આત્મહત્યા કરી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્પષ્ટ થશે કે આત્મહત્યા કરવાનું કારણ શું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ કરવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!