બાફેલા ઈંડા ખાતા હોય તો ચેતી જજો! શરીરને આ નુકસાન થઈ શકે ચેમ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્વાસ્થ્ય નાં લાભ માટે ડોક્ટરો દ્વારા ઈંડાનું સેવન કરવાની સલહા આપવામાં આવે છે, પરતું અમે આજે આપને મહત્વની વાત કરીશું. ખાસ વાત એ છે કે, બાફેલા ઈંડા ખાવા એ કેટલા હિતાવહક છે.એવું કહેવામાં આવે છે કે, યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમય સુધી આ પ્રકારની ડાયટ સારી ગણાય છે. લોકો વજન ઘટાડવા માત્ર ઈંડા, અમુક ફળ અને સ્ટાર્ચ ન હોય તેવા શાક ખાય છે. આવી ડાયટ લાંબા સમય સુધી લેવી હિતાવહ નથી.
આમ પણ દરેક વસ્તુઓના લાભ હોય તેના ગેરલાભ પણ અવશ્ય હોય છે.બાફેલા ઇંડામાં પ્રોટીન ભરપૂર હોય છે. શારીરિક વિકાસ માટે સ્નાયુઓની તાકાતમાં પ્રોટીન મહ્ત્વનય છે. જીમમાં જનારાઓ બાફેલા ઇંડાના ગુણોથી સારી રીતે વાકેફ છે. આ બાફેલા ઇંડાની કેટલીક આડઅસર પણ છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ ધરાવતા લોકોએ ઇંડાનો પીળો ભાગ બિલકુલ ન ખાવો જોઈએ. તેમાં ખૂબ કોલેસ્ટ્રોલ હોય છે. જે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે.
ઇંડામાં સાલ્મોનેલા નામનો જીવાણુ હોય છે. જે મરઘીમાંથી આવે છે. જો ઇંડાને બરાબર રાંધીને ખાવામાં ન આવે તો બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે અને ઘણા રોગોનું કારણ બની શકે છે.બાફેલા ઇંડા વાળો આહાર તમને શરૂઆતમાં થોડું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ તમને યોગ્ય પરિણામો મળે તેવું જરૂર નથી.ઇંડામાં પ્રોટીન હોય છે, પરંતુ વધુ પડતા પ્રોટીનનું સેવન કિડની પર ખરાબ અસર કરે છે. જેથી ઈંડા યોગ્ય રીતે પક્વવા. ઇંડાને હાથ લગાવતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરો
પાચન માટે શરીરને ફાયબર મળે તે જરૂરી છે. અનાજ અને બીન્સમાં હાઈ ફાયબર હોય છે પરંતુ બાફેલા ઇંડામાં ફાયબર નહિવત હોય છે. જેથી જ્યારે લોકો માત્ર બાફેલા ઈંડાનું સેવન કરતા હોય ત્યારે તેમને કબજિયાત થઈ શકે છે.આમ જુઓ તો બાફેલા ઈંડાનું સેવન યોગ્ય પ્રમાણમાંસરના કરવું વધુ ફાયદાકારક છે. કારણ કે તેના જેટલા ફાયદાઓ છે, એટલા જ તેના નુકસાન પણ રહેલા છે. આ વાત ખાસ યાદ રાખવી કે, બાફેલા ઈંડા શરીર ને નુકસાન પોહચાડી શકે છે.