4 હજાર રૂ પગારે નોકરીની શરૂઆત કરનાર ક્લાર્કનાં ઘરે મળ્યા એટલા રૂપિયા કે મશીન મંગાવું પડયું! આટલી સંપત્તિ મળી આવી…
આપણે જાણીએ છે કે, છેલ્લા પાંચ-છ દિવસથી અનેક કરોડો રૂપિયાનાં કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર મધ્ય પ્રદેશના ભોપાલમાં બુધવારે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્કના ઘરે ઈકોનોમિક ઓફેન્સ વિંગ દરોડા પાડ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ દરોડા સમયે ક્લાર્ક હીરો કેસવાનીએ ઝેર ખાઈ લીધું. અત્યાર સુધીમાં આ ક્લાર્કની કરોડોની સંપત્તિ હોવાની માહિતી સામે આવી છે.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ સમગ્ર મામલો શું છે?
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્કના ઘરેથી અત્યાર સુધીમાં 3 કાર, 1 સ્કૂટર, બેરાગઢ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના મકાનની ભાળ મળી છે. અત્યારે કેસવાની આયુષ્યમાન ભારત યોજના તથા સ્વશાસી સંસ્થા સેક્શનમાં કામકાજ જોઈ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, મોટાભાગની સંપત્તિ પત્નીના નામે મળી છે.
હીરો કેસવાનીએ રૂપિયા 4 હજાર રૂપીયા વેતનથી શરૂઆત કરી હતી. સાતમા વેતનપંચના અમલીકરણ બાદ રૂપિયા 50 હજાર વેતન મળતું હતું. જ્યારે દોરડા પાડવામાં આવ્યા ત્યારે ઝેર પીધા બાદ કેસવાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા અત્યારે તેમની તબિયત જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયરના ઘરે પણ બુધવારે સવારે EOWના દરોડા પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં એન્જીનિયર પાસેથી આવક કરતા વધારે કરોડોની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. EOWના SP દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે આદિત્ય શુક્લા જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જીનિયર છે. એન્જીનિયરે તેમની નોકરી દરમિયાન જે પ્રોપર્ટી બનાવી તે તેમની આવક કરતાં 203% વધારે છે.