ભુલ થી પણ આ લોકોએ એ ક્યારે પણ પપૈયું ના ખાવું જોઈએ ! જાણો શુ છે કારણ અને શા માટે…
કાચું હોય કે પાકું પણ પપૈયું ખૂબ જ ગુણકારી છે પરંતુ કુદરતનો નિયમ છે કે દરેકમાં ગુણ અને અવગુણ હોય છે. પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો પણ થાય છે અને ગેરફાયદો પણ થાય છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે કેવા લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ અમે આપને વિગતવાર જણાવીશું કે શુ છે કારણ અને શા માટે ન કરવું જોઈએ.
પપૈયામાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. કહેવાય છે કે ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. પપૈયામાં હાજર લેટેક્સ તમારા ગર્ભમાં રહેલ બાળકને નુકસાન પહોંચે છે અને કસૂવાવડ થઈ શકે છે. જેથી ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
તેમજ જે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે તેમણે પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને શુગર લેવલ પહેલાથી જ ઓછું છે તેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ. પપૈયામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. જો તમે પપૈયાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો, તો તે કિડનીની પથરીની સમસ્યાને વધુ વધારી શકે છે.
બીજી તરફ પપૈયાના વધુ પડતા સેવનથી તે કિડનીમાં કેલ્શિયમ ઓક્સાલેટની સ્થિતિ સર્જીને મોટુ રૂપ ધારણ કરી લે છે. જો તમારે કોઈપણ પ્રકારની દવા ચાલુ હોય તો પપૈયાનું સેવન ન કરવું જોઈએ. પપૈયામાં રહેલા તત્વો લોહીને પાતળું બનાવે છે, જેના કારણે શરીરમાં રક્તસ્ત્રાવની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં દવાની સાથે પપૈયાનું સેવન ન કરવું જોઈએ. સાથે જ જણાવો કે પપૈયાનું સેવન દવા સાથે ન કરવું જોઈએ. ડાયટેશિયનના સલાહ સૂચનો અનુસાર પપૈયાનું સેવન કરવું લાભદાયક છે.