રાજકોટમાં બે ફૂલ જેવા સગા ભાઈઓનું અચાનક જ મૃત્યુ થતા સૌ કોઈ હચમચી ગયું!! ઉલ્ટી થાય અને ત્યારબાદ…
આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે અનેક પ્રકારના હત્યાના અને મોતના બનાવ બને છે, હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. બે સગાભાઈના રહસ્યમય સંજોગમાં મોત થતા ચકચાર મચી ગયો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રાજકોટના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે બે સગાભાઈઓને ઉલટી થયા બાદ રાજકોટ સિવિલમાં એડમીટ કરવામાં આવ્યા હતા પરંતુ બને બાળકનું મોત થતા તપાસ શરૂ થઇ છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ સરકારી આવસમાં રહેતા રાજેશભાઈ મકવાણાના બે દિકરા રોહિત મકવાણા અને હરેશ મકવાણાને ઉલટી થતા સિવિલમાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું અને આ કારણે પોલીસ પણ દોડતી થઇ ગઈ. હાલમાં મુત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ હાથ ધરાશે.
આ બનાવ અંગે જાણવા મળે છે કેબાળકોના પિતા જ બાળકોની મોતના બનાવ ના કારણે શંકાના ઘેરામાં છે. સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે બંન્ને બાળકોના માતા-પિતાના ફક્ત 15 દિવસ પહેલા છુટાછેડા થયેલા છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પિતા બંને બાળકોને દરરોજ દરગાહના ન્યાજમાં જમાડવા લઈ જતો હતો. ગતરોજ દરગાહમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી.
હાલમાં આ સમગ્ર બનાવને લઇને પોલીસે બંન્ને બાળકોના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બાળકોને કોઇ ઝેર આપવામાં આવ્યું છે કે કેમ તેને લઇને વિશેષ રિપોર્ટ માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવ હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે., ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે આ બને બાળકોના મોતનું સાચું કારણ શું છે?
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.