આને પરીવાર કેવો કે ગામ ?? 12 પત્ની 103 બાળકો અને 568….પરીવાર વિશે જાણી વિચાર મા પડી જશો
આ દુનિયામાં રોજ અવનવા બનાવો સામે આવે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેને એક બે નહિ પણ 12 પત્નીઓ છે અને પોતે 102 બાળકોનો પિતા છે. હવે આ વ્યક્તિએ આટલા બાળકોને જન્મ આપ્યા પછી પિતા નહીં બનવાનો નિર્ણય કર્યો છે. આની પાછળનું મુખ્ય કારણ આટલા બધા બાળકોના ભરણ પોષણ કરવા માટે કરવો પડતો સંધર્ષ છે.
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ 67 વર્ષીય મુસા હસહ્યા
વર્ષ 1971માં તેની પ્રથમ પત્ની હનીફા સાથે 16 વર્ષની ઉંમરે શાળા છોડ્યા બાદ લગ્ન કર્યા અને બે વર્ષ પછી જ્યારે તેણે પુત્રીને જન્મ આપ્યો, ત્યારે તે પ્રથમ વખત પિતા બન્યો હતો અને સૌથી ખાસ વાત એ છે એ મુસા વ્યવસાયે ખેડૂત છે અને તેની પાસે અઢળક સંપત્તિ હતી.
તમે વિચારતા હશો કે તેને આટલા લગ્ન અને બાળકો કેમ કર્યા તો તમને જણાવી દઈએ કે, મુસાએ પરિવારને આટલી હદે વધારવાનુ નક્કી કર્યું, કારણ કે તેમની પાસે ખૂબ પૈસા અને જમીન હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, મે પરિવારને આટલો વિસ્તાર્યો કારણ કે હું કમાઈ શકતો હતો, તેથી મેં વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા અને પરિવાર વધાર્યો.
લગ્ન પછી 102 બાળકોનો જન્મ કર્યો અને 568 પૌત્રો છે. આટલું બધું કર્યા પછી આ વ્યક્તિ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. રસપ્રદ વાત એ છે કે આટલા બાળકોને જન્મ આપ્યા બાદ હવે મુસા પત્નીઓ માટે ગર્ભનિરોધક દવાઓથી લઈને અલગ-અલગ પદ્ધતિઓ વિશે વિચારી રહ્યો છે.
મર્યાદિત રિસોર્સને કારણે હવે વધુ બાળકો પેદા કરવાનું સાહસ નથી કરી અને આ બાબતને ધ્યાનમાં રાખીને જે પત્નીઓ ગર્ભધારણ કરી શકે છે, તેમને મે કુટુંબ નિયોજન માટેની સલાહ આપી છે. મુસા એ કહ્યું છે કે, જે લોકો ચારથી વધુ પત્નીઓ સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમને પણ હું આવું ન કરવા માટેની સલાહ આપું છે, કારણ કે આગળ જતા આ તકલીફનુ કારણ બને છે.
તે કહે છે કે જ્યારે તે તેના બાળકો અને પૌત્રોને અલગ અલગ ઓળખી શકે છે પણ દયનીય વાત એ છે કે તે તમામને નામથી ઓળખતો નથી અને મુસા એ હવે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે અને કહે છે કે તે તેના તમામ બાળકોને શિક્ષિત કરવા માટે હવે તે સંઘર્ષ કરી રહ્યો છે. જો કે તેના વિશાળ કદના પરિવારનુ માનીએ તો તેમનુ કહેવું છે ક તે તમામ હાલ સારી રીતે જીવન વિતાવી રહ્યાં છે.