“ચિઠ્ઠી આયી હૈ” ગઝલના ફેમસ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે દુઃખદ નિધન! 10 દિવસ પેહલા હોસ્પિટલમાં ભરતી થયા હતા અને આજ સવારે….
આજે તો ગઝલ પણ ઉદાસ થઇ ગઈ છે કારણ કે ગઝલ ગાયક પંકજ ઉધાસએ આ દુનિયાને અલિવદા કહી દીધી છે. આ દુઃખદ સમાચાર સામે આવતા જ સંગીતપ્રેમીઓને ભારે આઘાત લાગ્યો છે. પંકજ ઉધાસ મૂળ ગુજરાતી છે અને તેમની ગઝલો થકી અનેક લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે, તેમની અણધારી વિદાયથી સંગીતપ્રિય લોકોમાં દુઃખદનો માહોલ છવાઈ ગયો છે, ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આ દુઃખદ ઘટના કઈ રીતે બની અને તેમનું મોતનું કારણ શું જવાબદાર છે?
પંકજ ઉધાસની દીકરી નાયબે સોશિયલ મીડિયામાંમાધ્યમથી પોતાના પિતાના નિધનની ખબર આપી. પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા જેથી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સોમવારે 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા, 72 વર્ષની વયે તેમને આ દુનિયાને અલવિદા કહી દીધી છે, પરંતુ તેમની ગઝલના કારણે આજે પણ તેઓ લોકોના હૈયામાં જીવંત રહેશે, એક ગલઝકાર તરીકે તેમના જીવન વિષે ટૂંકમાં અમે આપને માહિતી જણાવીએ.
પંકજ ઉધાસનો જન્મ : ૧૭ મે ૧૯૫૧ ના રોજ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં થયો હતો. પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે, તેમનાં પિતાનું નામ કેશૂભાઈ ઉધાસ અને માતાનું નામ જીતૂબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી, પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.
પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરિકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા, ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.