હત્યારા ફેનિલને ફાંસીની સજા ! ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા અને જજે કહ્ય કે દંડ દેવો…
આખરે એ દિવસ આવી જ ગયો છે, જ્યારે આજે ગ્રીષ્માની આત્માને શાંતિ મળશે. આખું ગુજરાત ત્યારે હચમચી ગયું હતું, જ્યારે ફેનીલ એ જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરી નાંખી હતી. આ ઘટના પછી ગુજરાતના તમામ લોકોએ ગ્રીષ્માને ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી. ત્યારે આખરે એ દિવસ આવી જ ગયો છે, જ્યારે કોર્ટે ફેનીલ ને ફાસી ની સજા આપી છે. થોડા દિવસ અગાઉ ફેનીલને કોર્ટે દોષી જાહેર કરેલો છે, ત્યારે ગુજરાતનાં તમામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, ફેનીલને આકરામાં આકરી સજા આપવામાં આવે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ગ્રીષ્માન હત્યા પછી ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા ગ્રીષ્માની હત્યામાં 69 દિવસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ સમય ગાળા દરમિયાન ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આખરે તમામ તપાસ અને સબુતો અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને ફેનીલને દોષી જાહેર કરેલ.
આ ઘટના વિશે વિસ્તુત જાણીએ તો, પહેલીવાર આવી સુરતમાં ચોંકાવનારી અને દર્દનાક તેમજ શરમજનક ઘટના બની, જેના પડઘા માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતનાં તમામ શહેરોમાં ગુજય હતા. વાત જાણે એમ હતી કે સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો.
આખરે આ ઘટનામાં શરમજનક વાત તો એ હતી કે, જ્યારે ફેનીલ હત્યા કરી તો એ દરમિયાન એ સ્થાને અનેક લોકો ઉભા હતા પણ કોઈપણ વ્યક્તિ આગળ આવીને ગ્રીષ્માને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો પણ જ્યારે ગ્રીષ્માની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું સુરત શહેર તેની સાથે હતું પરંતુ તે શું કામનું? આજે જ્યારે ગ્રીષ્માનાં હત્યારા ફેનીલને કોર્ટે ફાટી ની સજા આપી છે કોર્ટે ત્યારે તેની આત્મા ને શાંતિ મળશે.
કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.