જુલાઈ મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, હવે ઑગસ્ટ માસમાં કેવો રહેશે મેઘો??? હવામાન વિભાગે કરી મોટી આગહી! દરેક વાંચે અને શેર કરે આ માહિતી…
હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ આરામ લીધો છે, ત્યારે ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. હાલમાં જ હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 2 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે.
આગાહી પ્રમાણે જાણીએ કે, ક્યાં ક્યાં વરસાદ થશે અને ક્યારે? હવામાન વિભાગે કરેલ આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. આગાહી પ્રમાણે 2 ઓગસ્ટ: ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી.
આ સિવાય 3-4 ઓગસ્ટ: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.ભારે વરસાદમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે જેમ કે, પાણી ભરાઈ જવા, પૂર આવવા જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે.જેથી ઘરમાં પાણી ન ભરાય તેની કાળજી લો. જરૂરી દસ્તાવેજો સલામત જગ્યાએ રાખો.
હવામાન અહેવાલો પર નજર રાખો: નવીનતમ હવામાન અહેવાલો ચકાસતા રહો અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરો: ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ, ટોર્ચ વગેરેનો સંગ્રહ કરો તેમજ અધિકારીઓના નિર્દેશોનું પાલન કરો: જો જરૂર પડે તો સુરક્ષિત સ્થળે જાઓ.આપણે સૌએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સલામત રહો અને આસપાસના લોકોની મદદ કરો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.