હેડ કોન્સ્ટેબલના દિકરાએ પોલીસ ઈન્સ્પેક્ટર બનીને માતા પિતા નુ સપનું પૂરું કર્યુ ! ઈન્સ્પેક્ટર બનવા માટે….
આપણે ઘણી વાર જોયું હશે કે એકજ પરિવાર ના સભ્યો એકજ ક્ષેત્ર માં ફરજ બજાવતા હોઈ છે, અને સેવા આપતા હોઈ છે, જેમકે ભાઈ-ભાઈ પિતા-પુત્ર એવી રીતે પોતાની ફરજ બજાવતા હોઈ છે, તેવીજ એક વાત કરીએ તો વડોદરા માં એક પિતા કે જે હેડ-કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, ત્યાં તેના જ રસ્તે ચાલી તેનો પુત્ર પોલીસ ઇન્સ્પેકટર બન્યો છે, અને તેમને બાળપણ થી જ પિતાની જેમ લોકસેવા કરવાની ઈચ્છા હતી.
વધુમાં વાત કરીએ તો વડોદરા શહેર માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકીના બે પુત્રો છે તેમાંથી તેમનો મોટો પુત્ર નામે મહિપાલસિંહ સોલંકી કે જેમણે પોલીસ ઇન્સ્પેકટર ની પરીક્ષા પાસ કરી હતી, અને પિતાના રસ્તે ચાલી સેવા આપવાનું કાર્ય શરુ કરવાના છે, પિતા પોતે ટ્રાફિક પોલીસ માં હેડ-કોન્સ્ટેબલ છે, અને હવે તેમનો પુત્ર ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવશે. રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે અમારા આખા કુટુંબમાં મારા સિવાય કોઈ પોલીસ માં નહતું, પરંતુ હવે મહિપાલ પોલીસ ઇન્સ્પેકટર બન્યો છે, તે અમારા કુટુંબ માટે ખુબજ ગર્વ ની વાત છે. અને વધુમાં મહિપાલ સિંહે પણ જણાવ્યું હતું કે હું પણ મારા પિતા ની જેમ પોલીસ ની નોકરી કરી લોકોની અને આપણા રાજ્યની સેવા નિષ્ઠા પૂર્વક કરીશ.
મહિપાલસિંહ ના અભ્યાસ વિષે વાત કરીએ તો તેમણે વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલયમાંથી પોતાનું સ્કુલ નું શિક્ષણ પૂરું કર્યું હતું. ત્યારબાદ સુરત થી બી.ઈ ઈલેક્ટ્રીકલ કર્યું, અને ત્યારબાદ કોમ્પીટીટીવ એક્ઝામ ની પરીક્ષા ની તૈયારી શરુ કરી દીધી, અને તેમાં તેમણે ખુબજ મહેનત કરી હતી, અને તેમની મહેનત ને કારણે તેઓ જીપીએસસી ક્લાસ-૧-૨ ની પરીક્ષા આપી ફાઈનલ સુધી પહોંચ્યા, પરંતુ તે સિલેક્ટ ન થયા, તેના કારણે તેમને દુખ પણ થયું પરંતુ તેઓએ હિંમત હારી નહિ, અને વર્ષ-૨૦૧૮ માં GPSC પોલીસ ઇન્સ્પેકટર ક્લાસ-૨ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ની જાહેરાત થઇ હતી, અને તે પરીક્ષા પહેલી જ વારમાં આપી તેમણે ક્લીયર કરી લીધું હતું. અને આખરે તે પોતાની મંઝીલ સુધી પહોંચ્યા હતા.
ખાસ મહત્વની વાત તો એ છે કે કે મહિપાલ સિંહ પોલીસ ઇન્સ્પેકટર ની પરીક્ષા પાસ કર્યા પહેલા પોતે GST ઇન્સ્પેકટર ની ફરજ બજાવતા હતા, અને તેઓ પોલીસ ઇન્સ્પેકટર ના ઓર્ડર આવતા ની સાથે તેમણે GST ઇન્સ્પેકટર માંથી રાજીનામું આપી, પોતાના પિતાના રસ્તે પોલીસ ઇન્સ્પેકટર ની ટ્રેનીંગ પૂર્ણ કરી લોકસેવા કરવાનું નક્કી કર્યું હતું.
મહિપાલ સિંહે વધુમાં જણાવ્યું હતું કે પોતાની સિદ્ધી પાછળ તેમના પ્રેરણાદાયક મારા પિતા છે, કે જેમને મેં મારા નાનપણ થી પોલીસ ખાતામાં લોકસેવા કરતા જોયા છે, તે જોઈ મેં પણ નક્કી કર્યું હતું, કે હું પોલીસ બનીશ, અને UPSC ની તૈયારી દરમિયાન તેમની સાથે લાઈબ્રેરી માં વાંચન કરતા અમિતભાઈએ પણ તેમને સારું માર્ગદર્શન આપ્યું છે, અને મહિપાલસિંહ જણાવે છે કે મારા જીવનમાં પોલીસ અધિકારી તરીકે હું IPS દીપક મેઘાણી (વડોદરા ડીસીપી ઝોન-૧) ને મારા આદર્શ તરીકે માનું છુ. અને તેમનો એક આજના યુવાનો માટે સંદેશ છે કે હાલના યુવાનો કે જે વિદેશમાં જઈ અભ્યાસ કરવાનું પસંદ કરે છે, પરંતુ આપણા દેશમાં જન્મેલા આજના યુવાનો જો વિદેશમાં જશે તો આપણા દેશની લોકસેવા કોણ કરશે, એટલે આપણા દેશ વિષે પણ આપણે વિચારવું જોઈએ. અને દેશની સેવા કરવી જોઈએ.