Health

ફેફસા ને સ્વસ્થ રાખવા માટે આ ઘરેલુ ઉપચાર અપનાવો.

હાલની પરિસ્થિતિમાં ફેફસાની ખાસ તકેદારી રાખવી જોઈએ કારણે કે આપણે સૌ કોઈ જાણીએ છે કોરોનાની બીજી લહેરમાં કેવી હાલત થઈ હતી આપણા સૌ કોઈ લોકોની! આજે અમે ઘરેલું ઉપચાર દ્વારા જણાવીશું કે કંઈ રીતે તમે ઘર બેઠા જ  ફેફસાને સ્વસ્થ રાખો.

વિટામિન સી આપણા ફેફસાં માટે સૌથી વધુ ગુણકારી અને ફાયદાકારક હોય છે. ખાટા ફળો જેવા કે, મોસબી, લીંબુ, ટામેટા, કીવી, સ્ટ્રોબેરી, દ્રાસ, અનાનસ, કેરી વગેરેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. શરીરના ઝેરી પદાર્થોને દુર કરવામાં વિટામિન સી સૌથી ફાયદા કારક છે.લસણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે એક પ્રકારથી આપણા ફેફસાંને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. સાથે જ લસણનો પ્રયોગ કફની તકલીફને દુર કરવામાં મદદ કરે છે.સૂકી દ્રાક્ષ આપણા ફેફસાંને મજબૂત કરવામાં મદદ કરે છે અને દરરોજ પલાળીને સૂકી દ્રાક્ષને ખાવાથી ફાયદો થાય છે.

તુલસી પણ એક ખુબ જ ગુણકારી એન્ટીઓક્સીડેન્ટ છે અને તે છાતીમાં કફને દૂર કરવામાં મદદ કરે છે. કેટલાક તુલસીના પત્તાને ચામાં નાખીને પીવી જોઇએ.જેઠીમઘમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને તે આપણા ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.આદુ શરીરને ડિટોક્સીફાઇ કરવામાં સૌથી વધારે ફયાદાકારક માનવામાં આવે છે અને દરરોજ સવારે આદુનો રસ, મધની સાથે ગરમ પાણી પીવાથી આપણા ફેફસાં ડેટોક્સ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!