Gujarat

ફૂલ જેવા બાળકના હાથે ફાયરિંગ! નર્સરીના બાળકે ત્રીજા ધોરણના બાળકને મારી ગોળી, સ્કૂલબેગમાં લાવ્યો હતો ગન…..જાણૉ પુરી ઘટના

હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નર્સરીમાં અભ્યાસ કરતા બાળકે 10 વર્ષના વિધાર્થી પર ગોળી ચલાવી. આ બનાવને કારણે બાળક ઇજાગ્રસ્ત થયેલ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે બનાવ શું બન્યો છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર બિહારના સુપૌલ જિલ્લામાંથી એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા નર્સરીના માસૂમ બાળકે 10 વર્ષના વિદ્યાર્થીને ગોળી મારી દીધી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, માત્ર 5 વર્ષનું બાળક પોતાની બેગમાં હથિયાર છુપાવીને સ્કૂલે આવ્યું હતું. સ્કૂલમાં દાખલ થયા બાદ તેણે અચાનક પોતાની બેગમાંથી હથિયાર કાઢ્યું અને તેના સહપાઠી પર ફાયરિંગ કર્યું. ગોળી વિદ્યાર્થીના હાથમાં વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્કૂલમાં પહોંચી તપાસ શરૂ કરી દીધી. પોલીસ અધિક્ષક શૈશવ યાદવે જણાવ્યું કે, “નર્સરીનું બાળક કેવી રીતે હથિયાર મેળવ્યું અને તેને સ્કૂલમાં લઈ આવ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ એક ગંભીર મામલો છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”આ ઘટના સમાજ માટે એક ચેતવણી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!