અમદાવાદમાં અબોલ પક્ષીનો જીવ બચાવા જતા ફાયર કર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો ! ૐ શાંતિ
હાલમાં જ એક ખૂબ જ દુઃખદ અને માનવતા રૂપી ઘટના ઘટી છે. તમને જાણીને આશ્ચ્ય થશે ક હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવાના પ્રયાસમાં ફાયર બ્રિગેડના જવાને પોતાનો જોવ ગુમાવી દીધી.
પ્રાપ્ત થયેલ વિગત અનુસાર જાણવા મળ્યું છે કે, ફાયર બ્રિગેડને ફોન આવેલો હતો કે બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસીડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે અને આ કારણે તાત્કાલિક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
આ બનાવમાં ફાયર જવાન અનિલ પરમાર પક્ષીને ઉતારવા પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતાં ત્યાં જ ચોંટી ગયા હતા અને આ કારણે હાઈ વોલ્ટેજ શોક લાગતા ભડભડ સળગી ઉઠ્યા હતા.
આ દ્રશ્ય જોઈ તાત્કાલિક સહકર્મીઓ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહોતા. ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે મૃતક જવાનને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.
મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા. તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે. આ બનાવના પગલે પરિવારમાં દુઃખનો માહોલ છવાઇ ગયો. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકના આત્માને શાંતિ મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.