અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનની પહેલા દિવસની તસવીરો આવી સામે! જુઓ આટલું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે…..
અંબાણી પરિવારના ઘરમાં હાલમાં ખુશીઓનો માહોલ છે, લગ્નની શરણાઈ વાગે એ પહેલા જ ફરી એકવાર ઇટાલી થી ફ્રાન્સ સુધી લક્ઝ્યુરિયસ ક્રુઝમાંતા . 29 જૂનથી 1 જૂન સુધી પ્રિ વેડિંગ સેલિબ્રેશન થશે. હાલમાં જ સોશિયલ મીડિયા પર લક્ઝ્યુરિયસ ક્રુઝની અંદરની ખાસ તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં જોઈ શકશો કે મહેમાનોને ખુબ જ આલીશાન રૂમમાં ઉતારો આપવામાં આવ્યો છે. આજના દિવસથી સેલિબ્રેશનની શરૂઆત થશે. બૉલીવુડના અનેક કલાકારો પણ આ સેલિબ્રેશનમાં હાજરી આપશે.
આજના દિવસે તમામ મહેમાનોએ ઇટાલીના સિસિલીના શહેર પાલેર્મોમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવાનું રહેશે. તમામ મહેમાનોને 29મી મેના રોજ ક્રુઝમાં બેસવાનું થશે. આ જ દિવસે ક્રુઝ પર વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે. 29 મેની સાંજે થીમ “સ્ટેરી નાઇટ” છે જે બીજા દિવસે “એ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 30 મેની રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે.
તે પછી બપોરે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. બીજા દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ,” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” હશે. આ કાર્ડ બાદ હવે ફેન્સ આ ફંક્શનની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. હાલમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશનની ખાસ તસવીરો સામે આવી છે અને આ તસવીરો ઓરીએ શેર કર્યા છે.
આ પ્રિવેડિગ પહેલા જ રાધિકા મર્ચન્ટ પોતાના પરીવાર સાથે ઇટલી જવા રવાના થઇ ગયા છે, અંબાણી પરિવારના ઘર આંગણે દરેક પ્રકારના પ્રસંગો ખુબ જ ભવ્ય હોય છે અને આ ભવ્ય પ્રસંગમાં બૉલીવુડના તમામ કલાકારો ખાસ હાજરી આપે છે. જામનગર શહેરમાં જ્યારે પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજાયેલું ત્યારે ત્રણેય ખાન એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા.ફરી એકવાર તમામ બૉલીવુડના કલાકારો આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં ધૂમ મચાવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.