લોક લાડીલા રાજભા ગઢવી માણી રહ્યા છે ગાંડી ગીરની મોજ! કહ્યું કે પ્રકૃતિજ ભગવાન છે, જુઓ આ ખાસ તસવીરો….
ગુજરાતના લોક દિલો પર રાજ કરનારા રાજભા ગઢવીનું નામ સાંભળતાં જ ગળામાં એક મધુર ધૂન ગુંજી ઉઠે છે. ગીરના કુદરતી સૌંદર્યને પોતાના સુરોમાં ગુજરાતી લોકસંગીતને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ લોકપ્રિય ગાયકનું હૃદય ગાંડી ગીર સાથે કેટલું જોડાયેલું છે? હાલમાં જ રાજભા ગઢવીએ ગાંડી ગીરની ખાસ તસવીરો શેર કરી છે, સાથે એક ગાંડી ગીર વિષે ખુબ જ સુંદર વાત કરી છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજભા ગઢવીનો જન્મ અમરેલીના કનકાઈ બાણેજમાં થયો હતો. ગીરની લીલીછમ વનરાઈ અને નદીઓ વચ્ચે તેમનું બાળપણ વીત્યું હતું. ગીરની ગાયો, સિંહ, દૂધઘી રોટલા અને ત્યાંની રમણીય પ્રકૃતિ તેમના માટે હંમેશા પ્રિય રહી છે. આજે જ્યારે તેઓ એક સફળ ગાયક છે ત્યારે પણ તેમનું હૃદય ગાંડી ગીર સાથે જોડાયેલું છે.
રાજભા ગઢવી અવારનવાર સોશિયલ મીડિયા પર ગીરની તસવીરો શેર કરતા હોય છે અને તેની સાથે લખતા હોય છે કે, “પ્રકૃતિ જ ભગવાન છે.” આ વાતમાં કોઈ શંકા નથી કે તેઓ પ્રકૃતિના મહત્વને સારી રીતે સમજે છે. ગીરની વનરાઈ અને વન્યજીવો તેમના માટે માત્ર પ્રકૃતિ નથી પરંતુ એક ધાર્મિક આસ્થા પણ છે.
રાજભા ગઢવી ભલે લોકપ્રિય ગાયક કલાકાર છે અને વૈભવશાલી જીવન જીવે છે પણ તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. તેઓ ગામડાના જીવન અને પરંપરાઓને હંમેશા પ્રેમ કરતા રહ્યા છે. ગીરના ખેડૂતો અને ગ્રામજનો સાથે તેમનું એક ખાસ બંધન છે.રાજભા ગઢવીનું ગાંડી ગીર પ્રત્યેનું પ્રેમ એ આપણા માટે એક પ્રેરણા છે. આપણે પણ આપણા પર્યાવરણને પ્રેમ કરીએ અને તેનું જતન કરીએ