લોકસાહિત્યકાર રાજભા ગઢવીના દાદાનું થયું નિધન, રાજાભા ગઢવીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવી દૂ:ખદ વાત
આજ રોજ જાણીતા લોક કલાકાર રાજભા ગઢવીના દાદાનું નિધન થયું છે. આ દુઃખદ સમાચાર સોશિયલ મીડિયા પર રાજભા ગઢવીએ શેર કર્યા, જેનાથી ગુજરાતભરના ચાહકો અને સંગીતકારોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ગઢવીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર દાદાનો એક ફોટો શેર કર્યો અને સાથે “મિસ યુ દાદા, ૐ શાંતિ” એવો સંક્ષિ પરંતુ હૃદયસ્પર્શી સંદેશો લખ્યો. આ પોસ્ટને કારણે ગુજરાતના અન્ય જાણીતા ગાયકો અને ચાહકોએ પણ શોક વ્યક્ત કર્યો અને પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી.
રાજભા ગઢવી ગુજરાતના લોકપ્રિય લોક કલાકાર છે, જેઓ પરંપરાગત લોકગીતો, રસપ્રદ વાર્તાઓ અને અસરકારક કવિતાઓ માટે જાણીતા છે. તેમણે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં અહમ ભૂમિકા ભજવી છે. તેમના પરિવારમાં આવેલો આ દુઃખ માત્ર વ્યક્તિગત નુકસાન નથી, પરંતુ સંગીતની દુનિયામાં પણ દુઃખદ માહોલ છવાયો છે.
રાજભા ગઢવીના દાદાજીનું અવસાન તેમના પરિવાર માટે દુઃખદ ઘટના છે. દરેકના જીવનમાં દાદાનું ખુબ જ મહત્વ હોય છે. દાદાજી આપણા જીવનમાં વાર્તા કહેનાર, માર્ગદર્શક અને આધારસ્તંભ સમાન હોય છે. તેમની ગેરહાજરી એક એવું શુન્ય છોડી જાય છે જેને પુરવું અઘરું છે.આ દુખની ઘડીએ, અમે રાજભા ગઢવી અને તેમના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને રાજભા ગઢવી અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.