એક સાથે પરીવાર ના ચાર સભ્યો ની અર્થી ઉઠી , પરીવાર મા માતમ છવાયો મોત નુ કારણ…
ઘણી વખત એવી ઘટના ઓ બને છે કે આપણુ હૈયુ હચમચી જાય છે અને એક પરીવાર નો માળો ક્યારે વિખરાઈ જાઈ એ કાઈ નક્કી હોતુ નથી એવી જ એક ઘટના મધ્ય પ્રદેશના એક પરીવાર સાથે બની હતી. જેમા એક પરીવાર ના ચાર સભ્યો ના મોત થતા આખુ ગામ હિબકે ચડયું હતુ અને જયારે પરીવાર ના એક વડીલે જયારે અંતીમ સંસ્કાર કર્યા ત્યારે સૌ કોઈ રડી પડ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના રિવા જીલ્લા મા આ ઘટના ઘટી હતી જેમાં પરિવાર ના ચાર સભ્યો ના મોત થયા હતા. ગયા શુક્રવારે રિવા જીલ્લા ના કીટવારી બાયપાસ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકો ના મોત થયા હતા. મોત બાદ ચારે ના મૃતદેહો ને રાયસેન જીલ્લા ના સુલ્તાન પુર મા પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. અને બાદ મા અંતીમ સંસ્કાર માટે પરોવાર જનો ને શબ સોંપવામાં આવ્યા હતા.
અંતીમ સંસ્કાર એક ઘર ના વડીલ સભ્ય એ કર્યુ હતુ અને આ ઘટના જોઈ ને હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ. મૃતકોના નામ વિનોદ વંશકર (27), શશી વંશકર (50), મયંક (16) અને વૈશાલી વંશકર (16) છે. આ તમામ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી અસ્થિ વિસર્જન કરીને પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન, તેમની ટાવેરા કાર રીવાના ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત થયો હતો. ટાવેરા અને ટ્રક ભયંકર રીતે ટકરાયા હતા, જેના કારણે કારણેમાં ચારેય લોકોના મોત થયા હતા. આ ઘટના ની જાણ થતા ની સાથે જ પરીવાર ના સભ્યો શોક મા ગરકાવ થયા હતા અને એક પિતા એ તેના બન્ને દિકરા ના અંતીમ સંસ્કાર કર્યા હતા.