દિવાળી પેહલા જ કૅનૅડામાંથી આવ્યા દુઃખદ સમાચાર ! કેનેડામાં એક જ સાથે ચાર ગુજરાતીઓના નિધન…ઘટના એવી બની કે.
એક તરફ દિવાળીનો માહોલ છે, ત્યારૅ દુઃખદ સમાચાર આવ્યા છે. વિદેશની ધરતી પર ફરી ગુજરાતીઓને મોત મળ્યું છે, પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર
કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતી યુવકોનો સમાવેશ થાય છે. ચારેય યુવકો ટેસ્લા કારમાં સવાર હતા. કાર રેલિંગ સાથે અથડાતાં કારની બેટરીમાં વિસ્ફોટ થયો હતો.
અકસ્માત બાદ ઇલેક્ટ્રિક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં ગોધરાના ૨૬ વર્ષીય કેતન ગોહિલ અને ૩૦ વર્ષીય નિલ ગોહિલનું મોત થયું છે. આ ઉપરાંત બોરસદના જયરાજસિંહ સિસોદિયા નામના યુવકનું પણ મોત થયું છે.ઘાતક અકસ્માત ૧૨:૧૦ વાગ્યે લેક શોર બુલવર્ડ ઈ. પર ચેરી સ્ટ્રીટ પાસે થયો હતો. ટેસ્લા કાર લેક શોર સાથે પુરઝડપે જઈ રહી હતી ત્યારે કાર ચાલકે કાબૂ ગુમાવતા રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લીધા બાદ દમકળ સેનાને કારમાં ચાર લોકો મળી આવ્યા હતા. ચારેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે કારમાં એક અન્ય છોકરી પણ હતી, પરંતુ તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરી પણ અકસ્માતનો ભોગ બની છે અને તે જીવન અને મૃત્યુ વચ્ચે લડત આપી રહી છે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે તેમજ મૃતકોની આત્માને શાંતિ મળે.