Gujarat

સુરત મા એક જ પરિવાર ના ચાર સભ્યો એ ઝેરી દવા ગટગટાવી ! ત્રણ ના મોત જ્યારે એકની હાલત…

ગુજરાતમાં રડાવી દે તેવો બનાવ બન્યો છે.વોચ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, સુરત મા એક જ પરિવારના ચાર સભ્યો એ ઝેરી દવા ગટગટાવી! ( Gujarat )આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.આ ઘટના સુરત શહેરમાં બની છે. આ ઘટનાને કારણે સુરત શહેરમાં ચકચાર મચી ગયો છે. ઘરના દરેક સભ્યોનો એકી સાથે આપઘાતનો બનાવ સામે આવતા જ સૌ કોઈનું હૈયું કંપી ગયું છે. (Family)આ પરિવારે ક્યાં કારણે આપઘાત કર્યો તે જાણીએ.

સુરત (surat) શહેરમાં રહેતા મૂળ ભાવનગરના શિહોર ગામના વતની વિનુભાઈ સરથાણાના વિજય નગરમાં રહેતા હતા.વિનુભાઈ રત્નકલાકાર હતા અને પત્ની તથા પુત્રી લેસ પટ્ટીનું કામ કરી રહ્યા હતા. કહેવાય છે ને જીવનમાં દુઃખ અને આફત ક્યારે આવી જાય કોઈ નથી જાણતું. ગઈકાલના જ તેમની પત્ની શારદાબેન, પુત્ર ક્રિશ અને પુત્રી સેનીતાએ સાથે મળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. (Poison)

આ બનાવ અંગે વિનુભાઈના પિતરાઈ ભાઈએને જાણ થતા જ તાત્કાલિક જ 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.સમયસર દાખલ કરવામાં આવ્યા પરંતુ વિનુભાઈની (vinubhai)પત્ની, પુત્ર અને પુત્રીનું દુઃખદ નિધન થયું,આ બનાવ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં તો આ પરિવારે ક્યાં કારણે આત્મહત્યાનું (suside) પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી.

હાલમાં પ્રાથમિક તપાસ પ્રમાણે આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પરિવારે આર્થિક પરિસ્થતિ સારી ના હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોય શકે છે. આદુઃખદાયી ઘટનાને કારણે ચારોરતરફ શોકનું મોજું ફરી વળ્યું છે .હાલમાં વિનુભાઇની હાલત અત્યંત ગંભીર છે, ઈશ્વરને પાર્થના કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય અને મૃતકના આત્માને પરમ શાંતિ મળે. જીવનમાં દુઃખ તો આવવાનું છે પરંતુ ક્યારેય હતાશ થઇને જીવન ના ટુંકાવવું જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!