ગેમમા 40 હજાર ગુમાવતા 13 વર્ષ ના બાળકે આત્મહત્યા કરી લીધી, સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે ” આઈ એમ સોરી…
હાલ ના સમય મા બાળકો અનેક ઓનલાઇન ગેમ ના રવાડે ચડયા છે અને અનેક એવા કિસ્સા ઓ સામે આવ્યા છે જેમા બાળક ઓનલાઈન ગેમ રમી કાઈ ને કાંઈક ઘટના ઘટી હોય ત્યારે મધ્ય પ્રદેશ ના છતરપુર જીલ્લા માથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળક ના મોત નુ કારણ મોબાઈલ ગેમ બની છે.
છતરપુર ના સાગર રોડ પર ના રહેવાસી વિવેક પાંડેય અને પ્રીતિ પાંડેય રહે છે તેને એક નો એક દિકરો કૃષ્ણા અને દિકરી સાથે રહે છે.વિવેક પેથોલોજી લેબોરેટરી ચલાવે છે જ્યારે પ્રીતી જીલ્લા હોસ્પીટલ મા ફરજ બજાવે છે જયારે દિકરો છઠ્ઠા ધોરણ મા ભણે છે.
શુક્રવારે જયારે બાળક ના પિતા લેબોરેટરી એ હતા અને માતા હોસ્પીટલે હતી ત્યારે બેન્ક એકાઉન્ટ માથી 1500 રૂપીયા કપાયા હતા જેનો મેસેજ પ્રીતી મા આવતા કૃષ્ણા ને કોલ કર્યો હતો ત્યારે કૃષ્ણા કે જણાવ્યું હતુ કે એ ગેમ ના કપાયા છે ત્યારે તેમની માતાએ દિકરા કૃષ્ણા પર ગુસ્સો કર્યો હતો. જે બાદ કૃષ્ણા રુમ મા જઈ ને દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે મોટી બહેને રુમ નો દરજ્જો ખખડાવતા કૃષ્ણા એ દરવાજો ન ખોલતા તેમણે તેના માતા પિતા ને કોલ કરી ને ઘરે બોલાવ્યા હતા.
કૃષ્ણા એ દરવાજો ન ખોલતા દરવાજો તોડતા રુમ મા કૃષ્ણા ગળાફાંસો ખાધેલી હાલત મા હતો. અને સાથે એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમા પોતે પહેલા પણ આ ગેમ મા 40 હજાર નાખ્યા હોવાનુ જણાવ્યું હતુ. અને પોતાના મમ્મી ને સોરી કહી આ અંતીમ પગલુ ભર્યુ હતુ.