Gujarat

યુવતી ને સોસીયલ મીડીઆ ની મિત્રતા મોંઘી પડી ! યુવકે લગ્ન ની લાલચ આપી ગર્ભવતી કરી બાદ મા ખબર પડી કે..

હાલમાં એક એવો બનાવ બન્યો કે, દરેક યુવાનો અને યુવતી માટે આ કિસ્સો ચેતવણી સમાન છે.યુવતી ને સોસીયલ મીડીઆ ની મિત્રતા મોંઘી પડી ! યુવકે લગ્ન ની લાલચ આપી ગર્ભવતી કરી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.ગાંધીનગરમાં રહેતી એક 32 વર્ષીય મહિલાએ જૂનાગઢમાં રહેતા શખસ વિરુદ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં મહિલાએ જણાવેલ કે યુવાને અમદાવાદ અને રાજકોટમાં તેના પર અનેક વાર બળાત્કાર કર્યો હતો અને તેને ગર્ભવતી પણ બનાવી હતી પીડિતાએ દાવો કર્યો હતો કે તે અપરિણિત છે અને એપ્રિલ 2022માં ઈન્સ્ટાગ્રામ મારફતે તે આ શખસના સંપર્કમાં આવી હતી. એ પછી બંને મિત્રો બન્યા હતા અને એકબીજાના મોબાઈલ નંબરની આપલે થઈ હતી. પી

ડિતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ શખસે તેને એવું જણાવ્યું હતું કે તે કુંવારો છે અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ તે અવાર નવાર ગાંધીનગરમાં આવવા લાગ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપતો હતો.અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી આરોપીએ તેને રાજકોટ બોલાલી હતી અને તેના ફ્લેટ પર પણ બળાત્કાર કર્યો હતો.

આ દરમિયાન આરોપી તેને લગ્ન કરવાનું વચન પણ આપતો રહ્યો હતો અને લગ્નની વાત કરવા માટે તેના માતા-પિતાને મળવા માટે પણ આવ્યો હતો.આ દરમિયાન પીડિતા ગર્ભવતી બની હતી. જ્યારે પીડિતાએ આરોપી સમક્ષ આ વાતનો ખુલાસો કર્યો તો તેણે તેની સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતા.પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!