Entertainment

18 માં દિવસે પણ ચાલ્યો ‘ગદ્દર 2’ નો જાદુ ! ફક્ત આટલા દિવસોની અંદર કરી લીધી આવી રેકોર્ડ બ્રેક કમાણી,કમાણી જાણી આંચકો લાગશે….

હાલના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર આવતી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વર્તમાન સમયમાં બૉલીવુડની અનેક એવી મોટી ફિલ્મોએ પોતાન જવેલો બતાવ્યો છે, જેમાં ગદ્દર 2, omg 2, ડ્રિમ ગર્લ જેવી અનેક મોટી મોટી ફિલ્મોએ સિનેમાઘરોમાં કબ્જો જમાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ગદ્દર 2 વિશે વાત કરવાના છીએ.

22 વર્ષો બાદ રિલીઝ કરવામાં આવેલ આ ફિલ્મના બીજા ભાગને લોકો દ્વારા એટલો બધો પ્રેમ આપવામાં આવ્યો હતો કે હજી આ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે, એટલું જ નહીં લોકોને ખુબ પસંદ આવી રહી છે. આ ફિલ્મની ખાસ વાત તો એ છે કે આ ફિલ્મને જોવા માટે મોટી ઉંમરના, બાળકો તથા યુવાન વયના લોકો પણ જઈ રહ્યા છે આમ ત્રણેય જનરેશનનો સાથ મળતા આ ફિલ્મે સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તમે વિડીયો જોયા જ હશે જેમાં લોકો ભારે સંખ્યામાં થિયેટરોમાં જતા આ ફિલ્મ જોવા જતા હોય છે.

સન્ની દેઓલ, અમિષા પટેલ તથા ઉતરકરશ શર્માના અભિનયને ફિલ્મમાં ખુબ વધારે પ્રેમ આપવામાં આવ્યો હતો, એવામાં આ ફિલ્મના કલેક્શન વિશે જો વાત કરવામાં આવે તો શરૂઆતના એક અઠવાડિયાની અંદરો અંદર જ આ ફિલ્મે એટલી બધી કમાણી કરી લીધી હતી કે તેની સામે અનેક એવી મોટી મોટી ફિલ્મોને પણ ઘૂંટણો ટેકવાના વારા આવી ગયા હતા, 11 તારીખે રિલીઝ થયેલ આ ફિલ્મ હજી સુધી થિયેટરોમાં ખુબ જ ચાલી રહી છે અને લોકો દ્વારા હજુ પણ ખુબ વધારે પ્રેમ આપવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મના કાલકેશન વિશે જો વાત કરવામાં આવે તો 18 દિવસોની અંદરો અંદર જ આ ફિલ્મે 450 કરોડનો આંકડો પર કરી લીધો છે, એટલું જ નહીં અનેક એવા એહવાલ તથા રિપોર્ટને આધારે પણ સામે આવ્યું છે કે આ ફિલ્મ જવાન રિલીઝ થયાના પેહલા જ 500 કરોડના ક્લ્બમાં પોહચી જશે. સોમવારના રોજની ગદ્દર 2ની કમાણી ફીકી રહી હતી કારણ કે આ દિવસે આ ફિલ્મ ફક્ત 4.5 કરોડ કમાણી કરી હતી એવામાં જો કુલ ફિલ્મની કમાણી વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ અત્યાર સુધી 460.55 કરોડ રૂપિયાની કમાણી ચાલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!