EntertainmentIndia

સિનેમાઘરમાં આવ્યું ‘ગદ્દર 2’ ફિલ્મનું તુફાન ! રિલીઝ થયાના ફક્ત 6 દિવસોમાં જ કરી લીધી આટલા કરોડો રૂપિયાની કમાણી…જાણો

વર્તમાન સમયમાં તો તમને ખબર જ હશે કે લોકો હવે બૉલીવુડની ફિલ્મો કરતા વધારે સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોના દીવાના થઇ ચુક્યા છે આથી જ સાઉથ ઇન્ડસ્ટ્રી દ્વારા રિલીઝ કરવામાં આવતી અનેક હિટ ફિલ્મો આવી રહી છે એવામાં બોલીવુડમાં પણ પઠાણ જેવી ફિલ્મોએ બોલીવુડનો રૂતબો બરકરાર રાખ્યો છે એવામાં વાત કરીએ તો હાલ સિનેમાઘરમાં ‘ગદ્દર 2’ ગદ્દર મચાવી રહી છે, સન્ની દેઓલની આ ફિલ્મે જાણે સિનેમામાં આગ લગાડી હોઈ તેવી પરિસ્થિતિ ઉદભવી છે કારણ કે હાલ આ ફિલ્મ માટેના દરેક શો હાઉસફુલ જઈ રહ્યા છે એટલું જ નહીં અનેક થિયેટરમાં તો વધારે શો પણ મુકવામાં આવી રહ્યા છે.

વર્ષ 2001 માં આવેલ ગદ્દર ફિલ્મે તે વર્ષમાં તો ધૂમ મચાવી જ દીધી હતી પરંતુ હાલ આજના દિવસે આ ફિલ્મના બીજા ભાગે સિનેમા ઘરોમાં ભારે હડકંપ મચાવી દીધો હતો.તમને જણાવી દઈએ કે ‘ગદ્દર 2’ એ ફક્ત 6 દિવસોની અંદર જ 263.48 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આની સાથો સાથ જ અનેક એવી મોટી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી નાખ્યા હતા, “ગદ્દર 2” એ ફક્ત 6 દિવસોની અંદર જ ‘ધ કેરલા સ્ટોરી’ લાઈફટાઈમ કલેક્શન 242.20 કરોડનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

મિત્રો હજી તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી જ રહી છે, એવામાં અનેક લોકો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજુ ઘણા બધા રેકોર્ડ તોડી જ નાખશે, આ ફિલ્મ વર્ષ 2023 માં સૌથી વધુ કમાણી ક્રીનારી બીજી ફિલ્મ બની ચુકી છે,રજાના દિવસોમાં આ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખતા 30 કરોડ પલ્સ જ કમાણી કરી હતી, બોક્સ ઓફિસ પર ‘ગદ્દર 2’ ની લોકપ્રિયતાની સુનામી આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈ કાલે પણ આ ફિલ્મે 30 કરોડથી પણ વધારેની કમાણી કરી હતી.

15મી ઓગસ્ટના આવા સ્વતંત્ર દિવસના મોકા પર આ ફિલ્મને જોનારામાં જાણે ખુબ મોટો ઉછાળો આવ્યો હોઈ તેવી સ્થિતિ થઇ હતી કારણ કે 15 મી ઓગસ્ટના રોજ આ ફિલ્મે 43 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.આ ફિલ્મની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છે કે લોકો ગામડા માંથી ટ્રક તથા ટ્રેકટર લઇ લઈને સિનેમા ઘરોમાં આવી રહ્યા છે અને આ ફિલ્મ જોઈ રહયા છે, આ ફિલ્મને લઈને લોકોના રીવ્યુ પણ ખુબ જ સારા છે ખરેખર આ એક જોવાલાયક ફિલ્મ પણ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!