Entertainment

ગુજરાતના નાના એવા ગામમાં જન્મેલ જશવંત ગાંગણી એક સમયે હીરા ઘસતા, આ રીતે ગુજરાતી ફિલ્મોના બનાવી, જુઓ તસવીરો

ગુજરાતી સિનેમાના રાજમૌલી એટલે જસવંત ગાગણી! આજે આપણે જાણીશું કે કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ માંથી જસવંતભાઈ ગાંગણી ગુજરાતી ફિલ્મોના સમ્રાટ બન્યા. ગોવિંદભાઇ પટેલની જેમ જસવંતભાઈ એ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. જસવંત ગાગણીનો જન્મ ભાવનગર જિલ્લો અને તળાજા તાલુકામાં આવેલા હબુકવડ ગામમાં 20 એપ્રિલે 1962ના દિવસે  થયો હતો સફળતાના આ શિખરો સુધી જશવંતભાઇ એમનેમ પહોંચ્યા નથી. તેમણે હીરા પણ ઘસ્યા, ગામમાં ગાય ભેશો પણ ચરાવી, હીરાના કારખાના 3 વખત ચલાવ્યા અને નુકશાની જતા બંધ કર્યા. તેમણે હીરા ઘસવાનું કામ તો કર્યું.

કદાચ ઇશ્વરે તેમને કવિતા રચવાની અને લેખન કરવાની ભેટ આપી હતી. જશવંત ગાંગાણી ભાવનગરના હબુકવડ ગામમાં પ્રાથમિક શાળામાં 4 ચોપડી ભણ્યા હતા. એ એવો સમય હતો જ્યારે તેમના પરિવારની આર્થિક હાલત એટલી સારી નહોતી. એવામાં જશવંતભાઇની ઉંમર 10 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરિવારમાં 3 ભાઇઓ અને 3 બહેનો જેમાં જશવંતભાઇ સૌથી મોટા.

બાળપણથી તેમનામાં સાહિત્યનો જીવ હતો, પરંતુ પરિવારની જવાબદારીને કારણે સાહિત્ય રસને તેમણે દબાવી દીધો. ભણવાનું બંધ કરીને ગાયો ભેંસ ચરાવવાનું કામ તેઓ કરતા, ત્યારે ફરી સાહિત્યનો જીવડો ઉભો થયો. અને માત્ર 11 વર્ષની ઉંમરે તેમણે કવિતા લખવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પહેલી કવિતા હિંદી ભાષામાં લખી હતી.

11 વર્ષની ઉંમરે જે પહેલી કવિતા જશવંતભાઇએ લખેલી તે આ હતીતેમની આ કવિતા જ્યારે સાંભળી ત્યારે અમે આફરીન પોકારી ગયા. એક 11 વર્ષના બાળકની આ સુંદર રચના હતી .1989માં ફિલ્મ પ્રોડ્યુસર નારસીંગ ચૌહાણે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમાં સ્ટોરી અને ગીતો લખવાનો  બ્રેક આપ્યો જે જશવંત ગાંગણીની પહેલી ફિલ્મ લેખક તરીકે હતી ‘વીર બાવાવાળો’ એ પછી તો ‘મહેંદી લીલી ને રંગ રાતો’, ‘ભાદરને કાંઠે’, ‘પરભવની પ્રીત’ આવી તો અનેક ફિલ્મોની યાદી લંબાતી ગઇ.

જશવંત ગાંગાણીએ અત્યાર સુધીમા અનેક ફિલ્મોની સ્ટોરી અને ગીતો લખ્યા છે. જેમાંથી મોટા ભાગની ફિલ્મો સફળ રહી. આખરે 1998માં પોતાની કંપની “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી અને તે બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની જેનું નામ હતું “મન સાયબાની મેડીએ”

આખરે 1998માં પોતાની કંપની “ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન”ની સ્થાપના કરી અને તે બેનર હેઠળ પહેલી ફિલ્મ 1999માં બની જેનું નામ હતું “મન સાયબાની મેડીએ” જે સુપર ડુપર હિટ સાબિત થઈ જેમાં હીરો તરીકે નરેશ કનોડિયા અને રોમાં માણેક હતા. અને ત્યાર પછી જશવંત ગાંગાણીએ પ્રોડ્યુસર ડાયરેક્ટ તરીકે “મૈયરમાં મનડું નથી લાગતું” ફિલ્મ આપીને દરેક ગુજરાતી લોકોને એવું તો ઘેલું લગાડ્યું કે આ ફિલ્મ એ જશવંત ગાંગાણીને અમર કરી દીધા.

એ પછી તો એક પછી એક “માંડવડા રોપાવો માંણારાજ”, “મેતો પાલવડે બાંધી પ્રીત”, મૈયર માં મનડું નથી લાગતું – પાર્ટ ૨” અને “મારા રુદિયે રંગાણા તમે સાજણા” જેવી અનેક ભાવ લક્ષી સુમધુર સંગીતમય પારિવારિક યાદગાર ફિલ્મો આપી. વર્ષ 2014માં બોલીવુડમાં જંપલાવ્યું અને એક હિંદી ફિલ્મ પણ બનાવેલી જેનું નામ હતું ‘બેજૂબાં ઇશ્ક’, છેલ્લાં 10 વર્ષમાં 300 જેટલી ગુજરાતી ફિલ્મો બની છે. જશવંત ગાંગાણી એ કહ્યું કે ‘મેં તો પાલવડે બાંધી પ્રીત’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોએ સમાજ પર સારી છાપ છોડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!