આ છે ગામડાની સુંદરતા ! નાના નાના બાળકોએ ગામની નદી પાસે બનાવી દીધો દેશી ‘વોટરપાર્ક’, વિડીયો જોઈ તમને પણ જવાનું મન થઇ જશે…
મિત્રો વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે લોકો પોતાના પરિવારજનો તથા અમુક લોકો પોતાના સંતાનોને લઈને મોટા મોટા વોટરપાર્કમાં જતા હોય છે અને પાણીમાં ખુબ મજા માણતા હોય છે. આ વોટરપાર્કની ટિકિટની કિંમત વિશે વાત કરવામાં આવે તો તેની ટિકિટના ભાવ ઘણા બધા વધારે હોય છે જે સામાન્ય લોકોને તો પરવડતી નથી અને અનેક લોકો તેમાં જઈ શકતા પણ નથી.
એવામાં ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલ એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં ગામડાનું એક કુદરતી વોટરપાર્કનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં બાળકો એટલી જોરદાર રીતે આ દેશી વોટરપાર્કની મજા માણી રહ્યા છે કે તે જોયા બાદ સૌ કોઈને આવા કુદરતી વોટરપાર્કની મજા માણવાનું મન થઇ જાય છે. આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે અનેક બાળકો લાઈનમાં ઉભા રહીને વારા ફરતી વારો લસરપટ્ટી ખાય રહયા છે, એવામાં જોઈ શકાય છે કે તમામ બાળકો આ મજાનો લાભ ઉઠાવી રહ્યા છે. આ વિડીયોને શેર કરતાની સાથો સાથ જ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા અનેક એવી કમેન્ટ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં વીડિયોના કેપશનમાં પણ લખવામાં આવ્યું છે કે ‘village waterpark’ ખરેખર આતો એક પ્રકારની ગામની સુંદરતા જ ગણી શકાય.
ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોને vrindavan_kids નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી 30 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે.
View this post on Instagram