શા માટે ગમનભાઈ સાંથલ ડાયરા તથા કાર્યક્રમ નથી કરતા?? પોતે જ એવુ કારણ જણાવ્યું કે તમે વખાણ કરી કરી થાકી જશો.. જુઓ વિડીયો
કયો એવો વ્યક્તિ હશે જે ગમન સાંથલ વિશે નહિ જાણતો હોય, તમને ખબર જ હશે કે ગમનભાઈ સાંથલ એક પ્રખ્યાત ગાયક છે જેના લીધે જ આખા ગુજરાત રાજ્યની અંદર તેઓનું ખુબ વધારે નામના છે, આપણી ગુજરાતની ભૂમિ પર બીજા અનેક મોટા મોટા કલાકારો જેવા કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતાબેન રબારી જેવા કલાકારો છે.
જે પોતાની ડાયરાની મોજ સૌ કોઈને આપતાં હોય છે પરંતુ જયારે ગમનભાઈ સાંથલની વાત કરવામાં આવે તો તેઓ હાલ ડાયરા નથી કરી રહ્યા, તેઓ શા માટે ડાયરા કે કોઈ પ્રોગ્રામ નથી કરી રહ્યા તે અંગે અનેક લોકોએ વિચાર ચર્ચા વિમર્ષ કરેલ પણ તેમ છતાં હજી સુધી કોઈને પતો ન લાગેલ કે તેઓ શા માટે ડાયરા કે કોઈ પ્રોગ્રામ નથી કરી રહ્યા.
એવામાં ગમન સાંથલનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગમન સાંથલ પોતે ડાયરા શા માટે નથી કરી રહ્યા તે અંગેનું ખાસ કારણ જણાવે છે, તો ચાલો આ વીડિયોમાં તેઓએ શું કહ્યું તે જણાવીએ.ગમનભાઈ જણાવે છે કે લોકો માને છે કે આ ફક્ત લોકો થોડાક સમય માટે એવુ કરે છે પછી પ્રોગ્રામ કરવા લાગે છે પણ એવુ નથી.
ગમનભાઈ આગળ જણાવે છે કે તેઓ એટલા માટે ડાયરા તથા પ્રોગ્રામ નથી કરતા કારણ કે મંદિરે અનેક ભક્તો આવે છે જેને મળવું હોઈ તે મળી નથી શકતા કારણ કે તેઓ પ્રોગ્રામમાં જાય મોડા ઘરે આવે તો ક્યારેક આવી પણ ન શકે આથી તેઓને માતાજીને ધામમાંથી નિરાશ થઈને જવુ પડતું હોય છે, આથી મંદિરે આવતા તમામ લોકોને સમય મળી રહે તે માટે થઈને ગમનભાઈ હવે ડાયરા તથા કાર્યક્રમો કરવા માટે જતા નથી.
View this post on Instagram