રબારી સમાજનું ગૌરવ એવા ગમન સાંથલ હાલ આવું જીવન જીવે છે! ધોરણ 10 સુધી ભણેલા છે પણ નાનપણથી જ..
રબારી સમાજમાં છેલ્લા 5 વર્ષ માં ઘણા યુવક યુવતીઓ સોંગ ઇન્ડસ્ટ્રી માં આવ્યા છે. જેમાં જોવા જઇએ તો મુખ્યત્વે બે નામ ગુજરાતમાં નહીં પરંતુ હાલ ગુજરાત બહાર પણ ચર્ચાય છે જેમાં ગીતાબેન રબારી અને ગમન સાંથ3sલ નું નામ છે તેમજ વાત કરી તો તેમના લાખોની સંખ્યામાં ચાહકો છે. ગમન સાંથલનું નામ ગમન રબારી છે. તેમનો જન્મ સાંથલ ગામમાં થયો છે. માટે તે પોતાના નામ પાછળ સાંથલ લગાવે છે. ચાલો તમને તેના વિશે વિગતે જણાવીએ.
મિત્રો વાત વાત કરીએ તો જીવનમાં જ્યારે કોઇ કપરી ક્ષણ આવે કે નબળી સ્થિતિ બને ત્યારે આપણી અંદર રહેલા કલાકારને બહાર લાવી દે છે. આવું જ એક નામ ઉત્તર ગુજરાતનું છે. ગમન સાંથલ નામનો યુવા કલાકાર આજે ગુજરાત ભરમાં જાણીતો છે. જે ધોરણ 10 મા નપાસ છતા ના હાર્યા હિંમત. અમદાવાદમાં મામૂલી પગારે કરી નોકરી આજે ગમન ભુવાજીના એક ટહુકાથી ધ્રુજી ઉઠે છે લોકો. એ સાથેજ તેમના જીવનની વાત કરીએ તો ઘરની આ સ્થિતિમાં ભણવામાં મન ન લાગતા તે ધોરણ 10 માં ફેઇલ થયા. પિતાના માથે વઘારે બોજ ન આવે એ માટે નોકરી અથવા તો ધંધો કરવાનું વિચાર્યું. આ માટે ગમનનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો. જ્યાં તેમણે 5 વર્ષ ફાઈનાન્સની ઓફિસમાં અને ડ્રાઈવર તરીકે નોકરી કરી. જેમાં 3 હજાર રૂપિયા મળતા હતા. પરિવારની સ્થિતિ હજુ સ્થિર થઇ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થયું.
આમ આજે તેમને આખા ગુજરાતમાં ગમન ભુવાજી તરીકે ઓળખવામાં આવે છે. તે માતજીની રમેલ માટે ખુબજ જાણીતા છે.આજે અમે તમને જણાવીશું કે આજે તે કેવું જીવન જીવી રહ્યા છે. આમ તે જયારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારથી જ તેમને માતાજીની રમેલ કરવાનો ખુબજ શોખ હતો. તે બધાથી અલગ પ્રકારની રમેલ કરતા હતા.માટે લોકોને તેમની રમેલ જોવાનું ખુબજ પસંદ આવતું હતું. માટે તે પહેલા ગામે ગામ માતાજીની રમેલ કરવા માટે જતા હતા. તેમને આટલે સુધી પહોંચવા માટે ખુબજ મહેનત કરી છે. ધીરે ધીરે તે આખા ગુજરાતમાં પ્રખ્યાત બની ગયા અને પછી તેમના આલ્બમ સોન્ગ પણ આવવા લાગ્યા. ત્યારથી તેમની ખ્યાતિ વધવા લાગી.
આમ આજે તે મહિને લગભગ ૫ લાખ રૂપિયાની કામની કરતા હશે. તેમની પાસે લાખો રુપિયાની કાર છે અને રહેવા માટે સારું એવું ઘર પણ છે. તેમના ત્રણ બાળકો છે. જેમાંથી બે દીકરીઓ અને એક દીકરો છે. આજે ગમન સાંથલ ખુબજ સુખીથી પોતાનું જીવન જીવી રહયા છે.