ગાંધીનગર : ઠાકોર યુવાનની હત્યા નો ભેદ ઉકેલાયો ! પ્રેમી દ્વારા નિર્દોષ પતિ નો ગોળીઓ મારી જીવ લેવાયો…જાણો વિગતે
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારનાં હત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં તા.26 મીના રોજ ઇન્દ્રોડા ગામે રહતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો અને આજ દરમિયાન સેક્ટર – 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ પર અજાણ્યા ઈસમોએ પીસ્ટલ જેવા હથીયાર વડે બરડાના ભાગે ગોળી મારી હત્યાને કરવામાં આવી હતી. આખરે પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
મૃતક કિરણ સચિવાલય બ્લોક નંબર – 2 ગૃહ વિભાગમાં રોજમદાર પટાવાળા તરીકે નોકરી કરતો હતો. કિરણના લગ્ન ચરાડુ ગામ ખાતે રહેતા શકરાજી મણાજી ઠાકોરની દીકરી સાથે થયેલા છે. જેમને સંતાનમા બે દિકરા છે. જેમાં મોટો દીકરો કુણાલ તથા પરાગછે. અચાનક કિરણની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને છોકરાઓનો આધાર છીનવાઈ ગયો હતો.
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ ઘટસ્ફોટ કર્યો છે કે,ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી છે.આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમાની સૂચનાથી જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે એલસીબી અને એસઓજી તેમજ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવા આદેશો આપ્યા હતા.
જે અન્વયે ગુનાની જગ્યાથી લઇ તે રૂટ ઉપર આવતા તમામ જગ્યાઓના સી.સી.ટી.વી. ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામાં આવતાં પલ્સર બાઇક પર આવેલા બે હત્યારા સીસીટીવીમાં કેદ થયા હતા. હત્યા કર્યા બાદ થોડા આગળ જતા બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેથી તાત્કાલીક તે જગ્યાએ તપાસ કરતા ત્યાંથી ગુનામાં વપરાયેલ દેશી હાથ બનાવટનું હથિયાર મળી આવી હતી.
આ મોટર સાયકલ ચાલકો પેથાપુર રુટ થઇ ઇન્દ્રોડા ગામે આવ્યા હતા. ત્યારે મૃતકના પત્નીનું બેક ગ્રાઉન્ડ તપાસતા પ્રેમીલાના જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ સાથે પ્રેમસબંધ હોવાનું બહાર આવ્યું હતું જીતેન્દ્રની પૂછતાંછમાં જાણવા મળ્યું હતું કે, પોતાના ફેબીકેશનના ધંધામાં સાથે કામ કરતા જૈમીન ભરતભાઇ રાવળ સાથે મળી હત્યા કરી હતી. જીતેન્દ્રને પોતાની પત્ની પસંદ ન હોવાથી તે પ્રેમીલા સાથે રહેવા માંગતો હતો. આથી કિરણની હત્યા કરી. હાલમાં પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.