India

ભારતના આ શહેરમાં બન્યો ગણપતિ બાપ્પાનો લકઝરીયસ પંડાલ ! ચલણી નોટો તથા સિક્કાઓથી કરવામાં આવી સજાવટ…જુઓ તસ્વીર

મિત્રો તમને ખબર જ હશે કે ગણેશ ચતુર્થીના તહેવારને ખુબ ધૂમધામથી ઉજવામાં આવ્યો હતો, આખા ભારત દેશમાં આ તહેવારની ઉજવણી લોકોએ ખુબ ઉત્સાહ સાથે કરી હતી, આપણા ગુજરાતમાં જિલ્લાઓમાં ઠેર ઠેર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જયારે અનેક એવા લોકો પણ છે જેણે ઘરે બાપ્પાનું સ્થાપન કરીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. તમને ખબર જ હશે કે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના અનેક એવા રાજ્યો છે જ્યા આ તહેવારની ખુબ જ લોકચહીતો માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં તો ગણપતિ ઉત્સવમાં જાણે સાક્ષાત ગણપતિ બાપ્પા સૌ સાથે રહેવા આવ્યા હોય તેવો આભાસ થાય છે કારણ કે અહીં ખુબ વધારે પ્રમાણમાં ગણતપી બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે, એવામાં ગણેશ ચતુર્થીના નિમિતે અમે એક એવો ખાસ લેખ લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોંકશો. આમ તો તમે જોયું જ હશે કે ગણેશજીના પંડાલને લાઈટો તથા મંડપ સાથે સજાવામાં આવે છે પરંતુ હાલ એક અનોખો પંડાલ સામે આવ્યો છે જેમાં લાઈટ ડેકોરેશન કે બીજી કોઈ વસ્તુને ડેકોરેશનમાં ઉપયોગમાં નથી લેવામાં અવી પણ ચલણી નોટો અને ચલણી સિક્કાઓનો ઉપયોગ કરીને ગણેશજીનો પંડાલ બનાવામાં આવ્યો હતો.

જાણવા મળ્યું છે કે ચલણી નોટો થી તૈયાર કરવામાં આવેલ આ પંડાલની અંદર કુલ 65 લાખ રૂપિયા જેટલાની ચલણી નોટોનો ઉપયોગ કરીને આ પંડાલ બનાવામાં આવ્યો હતો જેને જોયા બાદ ભક્તો પણ ખુશ થયા હતા.તમને જણાવી દઈએ કે આવો અનોખો પંડાલ બેંગ્લોરના શ્રી સત્ય ગણપતિ મંદિરમાં તૈયાર કરવામાં આવ્યો છે,જેને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો સેલ્ફી લેવા તેમજ આ પંડાલના ફોટો લેવા તથા બાપ્પાના દર્શન કરવા માટે ખુબ ઉત્સુખ જણાય રહ્યા છે,

તમને જાણતા નવાય લાગશે કે આ પંડાલ તૈયાર કરવામાં 10,20,50,100 અને 500 રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે સામાન્ય વાત છે કે આવો પંડાલ બનાવ્યો છે તો આ પંડાલની સુરક્ષામાં પણ અનેક લોકો લાગેલા હશે અને સીસીટીવી કેમેરા દ્વારા પણ આ પંડાલ પર નજર રાખવામાં અવી રહી છે.

આ ગણપતિ પંડાલના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઈ રહ્યા છે, હવે તમને આ પંડાલની રચના વિશે જણાવતા વાત કરીએ તો આ ગણેશજીના પંડાલને બનાવામાં લગભગ 150 જેટલાં લોકોને એક સપ્તાહ જેટલો સમય લાગ્યો હતો. ગણેશ ચતુર્થી નિમિતે ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળે તેને લઈને કડક સુરક્ષા રાખવામાં અવી હતી, ખાસ વાત તો એ છે કે આ અનોખા ગણેશજીના પંડાલમાં સિક્કાઓથી ગણેશજીની અલગ અલગ તસવીરો બનાવામાં અવી હતી જેમાં જય કર્ણાટક, નેશન ફર્સ્ટ, વિક્રમ લેન્ડર તથા ચંદ્રયાન જેવી અનેક તસવીરો બનાવામાં અવી હતી જે આપણી ભારતની અનેક ઉપલબ્ધીને બતાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!