ગુજરાતના આ શહેરમાં દેખાયો ખુબ જ સરસ ભાઈચારો! નવરાત્રી વચ્ચે થી જ જનાઝો નીકળતા આયોજકે કર્યું આ કામ.. જુઓ વિડીયો
આ જગતમાં માનવતા જ એક માનવીઓ માટે અમૃત સમાન છે. માણસમાં જો માનવતા ન હોય તો સમજવું કે આ જીવ નકામો છે. આપણે જાણીએ છે કે માણસ પ્રકૃતિ પ્રમાણે તે વર્તે છે. મન છે તો મનમાં અનેક પ્રકારના વિચારો પણ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે પણ જ્યારે માનવતા રૂપી દીપ પ્રજ્વલિત થાય ત્યારે નકારાત્મક વિચારો પણ દૂર થઈ જાય છે.
હાલમાં જ વડોદરા શહેરમાં એક ખૂબ જ પ્રેરણાદાયી અને માનવતાનો ઉત્તમ કિસ્સો જોવા મળ્યો છે. આ ઘટના દુઃખદ હોવા છતાં પણ માણસને એક સંદેશ આપે છે કે, કોઈપણ વ્યક્તિ પ્રત્યે મતભેદ હોય તો ચાલશે પરંતુ મનભેદ ન હોવા જોઈએ.
હાલમાં જ ફેસબુક એકાઉન્ટ પર અજય દુધાત નામના યુઝરની આઇ. ડી પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે અને શેર પણ કર્યો છે. આ વિડીયો ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ વિવિધતામાં એકતા એવા ભારતની સાચી વ્યાખ્યાની શીખ આપે છે.
આ વિડીયો વિશે જાણીએ તો વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ તાડફળિયા અને દયાભાવનો ખાચામાં નવરાત્રી મહોત્સવમાંથી એક મુસ્લિમનો જનાજો પસાર થઈ રહ્યો હતો તે વખતે ગરબા આયોજક દ્વારા 10 મિનિટ ગરબા રોકી માનવતા અને કોમી એકતા નું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ જેમાં પોલીસ નો પણ સારો સહકાર મળ્યો. આજ છે આપણું અસલ ભારત.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.