Viral video

કેનેડાની કોલેજમાં ગરબાની રમઝટ! ગુજરાતના વિદ્યાર્થીઓ કોલેજમાં રમ્યા ગરબા, જુઓ વિડિયો થયો વાયરલ….

આજ દેશના કોઈપણ ખૂણે જાવ તો તમને ગુજરાતી અચૂક મળી જશે. આપણે ગુજરાતી વિદેશની ધરતી પર વસવાટ તો કર્યો પરંતુ વિદેશમાં જઇને પણ આપણે આપણું ગુજરાતીપણું નથી ભૂલ્યા કારણ કે, આજે વિશ્વના ખૂણે ખૂણે એક ગુજરાતી પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવીને બેઠા છે, એટલે જ કહેવાય છે કે ” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ” હાલમાં જ કેનેડાની એક કોલેજનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો દ્વારા તમને સમજાશે કે આજે વિશ્વમાં પણ ગુજરાતીની બોલબાલા છે.

 

હાલમાં જ કેનેડાની એક કોલેજનો વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કોલેજના કેમ્પસમાં ગુજરાતી વિધાર્થીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. આ વિડીયો જોઈને પણ દરેક ગુજરાતીઓને ગર્વ થાય કે, ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિનું ખુબ જ જતન કરે છે. ખાસ કરીને વિદેશમાં વિધાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે તેમજ ઘણા યુવાનો વિદેશમાં કમાવવા માટે જાય છે. ખરેખર આ એક ખુબ જ સારી વાત કહેવાય કે વિદેશમાં ગયા પછી પણ ગુજરાતને ભેળું રાખે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 64 હજારથી વધુ લાઇક મળી ચૂકી છે તેમજ અનેક લોકોએ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે Who knew orientation day could be this lit? Garba on campus for the win! Let’s keep the good vibes rolling! Durham college,Oshawa campus. ખરેખર આ ગુજરાતીઑ વિધાર્થીઓએ દિલ જીતી લીધું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!