ભારતીય પૂર્વ ક્રિકેટરે ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે આપ્યું હતું આટલા કરોડોનું દાન !! દાનની રકમ સાંભળી તમે “વાહ વાહ…
દરેક ભારતીય માટે 22 જન્યુઆરીનો દિવસ ખુબ જ મહત્વનો છે, તમને ખબર જ હશે કે અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એવામાં ફક્ત અયોધ્યા જ નહીં પરંતુ આખા દેશની અંદર ભારે ઉત્સવો માહોલ જામ્યો છે જયારે રામ ભક્તો તો ભક્તિમાં ડૂબયાં છે, દેશના ખૂણે ખૂણે આ ઉત્સવની અલગ અલગ રીતે ઉજવણી કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.
અમુક વેપારી કે દુકાનદારો ફ્રીમાં વસ્તુ આપીને આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ક્યાંક ફ્રીમાં ચા તો ક્યાંક ફ્રીમાં ભગવાન રામજીના સ્ટીકર કરી આપવામાં આવી રહ્યું છે, દરેક લોકો પોત પોતાની રીતે દાન પણ આપી રહ્યા છે, આપણા ગુજરાત માંથી જ અયોધ્યા રામ મંદિર માટે અનેક મોટી મોટી ભેટો ભગવાન રામના મંદિરમાં ગઈ છે એટલું જ નહીં આપણા રાજ્યના અનેક લોકોએ ખુબ દાન કર્યું છે જેમાં આખા દેશમાં સૌથી વધારે દાન મોરારી બાપુએ કર્યું છે જે 11.3 કરોડ રૂપિયા છે જયારે આ સૂચીમાં બીજા નંબર પર આપણા સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા આવે છે જેણે રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક વધુ દાનવીર વિશે જણાવાના છીએ જેણે ભગવાન રામના આ મંદિર માટે દિલ ખોલીને દાન કર્યું છે, આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ પૂર્વ ભારતીય ઘાતક બેટ્સમેન ગૌતમ ગંભીર છે, તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરે રામ મંદિરના નિર્માણ માટે થઈને રૂપિયા 1 કરોડનું દાન કર્યું હતું, 1 કરોડનું દાન આપતા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે “એક ગૌરવશાળી રામ મંદિરનું સપનું દરેક ભારતવાસીનું હવે પૂર્ણ થશે.આ પ્રયાસમાં મારી તથા મારા પરિવારની તરફથી એક નાનું એવું દાન આપવામાં આવ્યું છે.’
તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે ગૌતમ ગંભીર એક ક્રિકેટરતો છે જ તે પરંતુ સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ છે, આમ તો તમને ખબર હશે કે ગૌતમ ગંભીર અનેક વખત પોતાના નિવેદનોને લઈને ભારે ચર્ચિત રહેતા હોય છે અમુક લોકો તેમના તરફેણમાં હોય છે તો અમુક લોકો તેમના વિરુદ્ધમાં હોય છે. ગૌતમ ગંભીર માનવસેવા ખુબ કરે છે આથી જ તેઓને ભારતમાં અનેક લોકો પોતાનો ફેવરિટ વ્યક્તિવ ધરાવે છે.