Gujarat

અમેરિકાના સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કરનાર આ બે ગુજરાતી યુવકો બનશે હવે બાળકના પિતા! અનોખી રીતે ફોટોશૂટ કરાવી આપી ખુશ ખબર…જુઓ તસવીરો

પ્રેમ એ પ્રેમ છે. પ્રેમ ક્યારેય કોઈ રંગરૂપ જાતિ કે જ્ઞાતિ જોઈને નથી થતો એ તો બસ થઈ જાય છે. આપણે ત્યાં કહેવાય છે ને કે,લગ્ન એ સ્ત્રી અને પુરુષ વચ્ચે બંધાતો અતૂટ સંબંધ છે. છતાં પણ સ્ત્રી અને પુરુષ સિવાય બે પુરુષ કે બે સ્ત્રીઓ વચ્ચે  લગ્ન થાય છે. આ લગ્ન સમલિંગી યુગલો વચ્ચે થાય છે. આ જગતમાં કુદરતે સ્ત્રીઓમાં પુરૂષો પ્રત્યે આકર્ષણ અને પુરુષોમાં સ્ત્રી પ્રત્યે આકર્ષણના ગુણો આપ્યા છે.

સાથો સાથ ઘણા વ્યક્તિઓમાં સમાન ગુણવત્તા પુરુષ પ્રત્યેની પુરુષ પ્રત્યેની અને સ્ત્રીની સ્ત્રી પ્રત્યેની સ્ત્રી કરતાં થોડી અલગ હોય છે.  જો કે સમાજ આવા આકર્ષણ અને પ્રેમ સંબંધોને સહેલાઈથી સ્વીકારતો નથી, પરંતુ સમય સાથે વસ્તુઓ પણ બદલાતી રહે છે.

આજે આપણે  એક ગે કપલ વિશે વાત કરીશું જેમાંથી એક યુવાન ગુજરાતી છે, જ્યારે બીજો સાઉથ ઇન્ડિયન.  સામાન્ય વ્યક્તિની જેમ આ બંનેએ સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા બાદ હવે લગ્નના ચાર વર્ષ પછી પિતા બની રહ્યા છે.

આદિત્ય મદિરાજુ અને અમિત શાહ નામનું આ ગે કપલ લાઇમલાઇટમાં રહે છે.અમિત અને આદિત્યની મુલાકાત એક કાફેમાં થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને આખરે લગ્નના બંધને બંધાઈ ગયા.

 

 

 

 

 

 

 

 

આ કપલે પોતાનો પ્રેમ દુનિયાથી છુપાવ્યો ન હતો પરંતુ સંબંધોને એક નામ આપ્યું હતું.  આ કપલે યુએસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.  જ્યારે આ વખતે તે બીજી વખત છે જ્યારે તે પોતાના ઘરના નાના બાળકોના આગમનને લઈને ચર્ચામા આવ્યા છે.

આદિત્ય મદિરાજુ અને અમિત શાહે લગભગ ચાર વર્ષ પહેલા એકબીજા સાથે લગ્ન કર્યા હતા.લગ્નને ચાર વર્ષ થયા બાદ હવે જ્યારે આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે ત્યારે તેઓએ પોતાની ખુશી દુનિયા સાથે પણ શેર કરી છે.

એક મેગેઝીનમાં કરેલા ફોટોશૂટ પરથી દરેકને આ વાતની ખબર પડી.  કપલે આ ફોટોશૂટની પસંદગીની તસવીરો પોતપોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

આ અનોખા ફોટોશૂટમાં બંને ખૂબ જ ઉત્સાહિત છે. આ બાળક તેમને સેરોગેસી દ્વારા મળશે. ટુંક સમયમાં તેઓ દીકરા કે દીકરીના પિતા બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!